back to top
Homeગુજરાતકરિયરપોર્ટલ:MSUના વિદ્યાર્થીએ કરિયર પોર્ટલ મેરી શિક્ષા બનાવ્યું, કોઇ પણ વિષય ફી વિના...

કરિયરપોર્ટલ:MSUના વિદ્યાર્થીએ કરિયર પોર્ટલ મેરી શિક્ષા બનાવ્યું, કોઇ પણ વિષય ફી વિના શીખી શકાશે

આજના મા-બાપને થતાં ખર્ચનો એક મોટો હિસ્સો શિક્ષણનો છે. આ બાબતને ધ્યાને રાખીને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના કમ્પ્યૂટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી પાર્થ ગોપાણીએ મેરીશિક્ષા.કોમ નામનું કરિયરપોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલ પરથી કોઇ પણ વિદ્યાર્થીઓ કોઇ પણ વિષય ફી વિના, જાતે શીખી શકાય છે. આ પોર્ટલ વિશે પાર્થ કહે છે કે, આ AI બેઝ્ડ પર્સનલાઇઝ્ડ લર્નિંગનો અનુભવ પોર્ટલ ઓપન કરનારને થશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વેબસાઇટમાં કોઇ સાઇન ઇન કે લોગ ઇન નથી. આ સુવિધા સાથે યુઝર તેના સમયે, તેની અનુકુળતાએ ભણી શકશે. એઆઇ સોફ્ટવેર સાથે પણ તેને કનેક્ટ કર્યું છે. તેથી લેટેસ્ટ માહિતી જ દરેક વિષયની મળે છે. તે કહે છે કે, જેટલો સારો પ્રોમ્પ્ટ નાખવામાં આવશે તેટલી સારી ઇન્ફોર્મેશન મળશે. પાર્થ એમએસયુ હોસ્ટેલ કેમ્પસમાં રહેતો હોવાથી તેણે આ પોર્ટલના પ્રોજેક્ટ માટે ફેકલ્ટીના ડીનની મંજૂરી પણ લીધી છે. લેસન પ્લાન, પ્રેઝેન્ટેશન, ફ્લેશ કાર્ડ પણ જનરેટ કરી શકાય છે
આ વેબસાઇટમાં માત્ર વિવિધ વિષયોનું શિક્ષણ જ નહીં પણ કરિયર કાઉન્સેલિંગ, નોલેજ ગેપ, લેસન પ્લાન, ટોપિક લર્નિંગ, ક્યુએન્ડએ, પીપીટી જનરેટર, ફ્લેશ કાર્ડ અને ક્વિઝ પ્લે નામના સેક્શન છે. આ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments