રવિવારે મહાકુંભનો 28મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 42 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. સંગમ ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સંગમ પર ભક્તોને રોકવાની મંજૂરી આપવામાં આવી નથી. સ્નાન કર્યા બાદ પોલીસ ભક્તોને ત્યાંથી બહાર કાઢી રહી છે. મહાકુંભમાં જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. વારાણસીમાં જગ્યા ન મળતાં મહિલાઓએ ટ્રેનના એન્જિનમાં ઘૂસીને ગેટ બંધ કરી દીધો હતો. જેમતેમ કરીને પોલીસે મહિલાઓને બહાર કાઢી. હરદોઈમાં પણ કોચનો ગેટ ન ખોલવામાં આવતા રોષે ભરાયેલા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. ટ્રેનમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. આજે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર મહાકુંભમાં ડૂબકી મારશે. ગઈકાલે 1.22 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. શનિવારે બે મુખ્યમંત્રી રાજસ્થાનના ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મોહન યાદવ પહોંચ્યા હતા. બંને મુખ્યમંત્રીઓએ સંગમમાં એકસાથે ડૂબકી લગાવી હતી. 2 તસવીર જુઓ- મહાકુંભ સંબંધિત અપડેટ્સ માટે, લાઇવ બ્લોગ જુઓ…