અલ્લુ અર્જુને તાજેતરમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2’ની ‘થેન્ક યૂ મીટ’ મુલાકાત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ડિરેક્ટર સુકુમારની પ્રશંસા કરી. અલ્લુએ કહ્યું કે સુકુમાર અમને બધાને ગાઈડ કરે છે. ‘હું સુકુમારનો દિલથી આભારી છું’
ડિરેક્ટરની પ્રશંસા કરતા અલ્લુ અર્જુને કહ્યું- સુકુમાર જ કારણ છે કે હું આટલું સારું પ્રદર્શન કરી શક્યો. ડાયરેક્ટર વિના કોઈ પણ વ્યક્તિ સારો કલાકાર બની શકતો નથી. સુકુમારે અમને બધાને ગાઈડનસ આપ્યું અને સારું કામ કરવા પ્રેરણા આપી. આ માટે, હું તેમનો દિલથી આભારી છું. આ દરમિયાન અલ્લુ અર્જુને બધાને સુકુમાર માટે તાળીઓ પાડવા વિનંતી કરી. ‘સુકુમારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગર્વની લાગણી અપાવી’
સુકુમારની પ્રશંસા કરતા અલ્લુ અર્જુને આગળ કહ્યું – અમને આટલી મોટી સફળતા અપાવવા બદલ ખૂબ ખૂબ આભાર. સમગ્ર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગર્વ અનુભવ કરાવવા બદલ આભાર – અમે બધા તમારા આભારી છીએ. મારા માટે, સુકુમાર એક વ્યક્તિ નથી પણ એક ઈમોશન છે
અલ્લુએ કહ્યું- મારા માટે સુકુમાર માત્ર એક વ્યક્તિ નથી પણ એક લાગણી છે. હું તમારો સૌથી મોટો ફેન છું. જે ખુશી લોકો ફિલ્મ જોતી વખતે અનુભવે છે, તેવી જ ખુશી મને જ્યારે તમે કોઈ સીન સંભળાવો છો ત્યારે અનુભવાય છે. તમે એક અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ છો. હું મારા નજીકના લોકોને કહેતો રહું છું કે મને ખુશી છે કે હું આવા અલગ વિચાર ધરાવતા ડિરેક્ટરની નજીક છું. ‘પુષ્પા 2’ સુકુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે સુકુમાર દ્વારા ડિરેક્ટેડ, પુષ્પા 2 – ધ રૂલ એ પુષ્પા: ધ રાઇઝની સિક્વલ છે. પુષ્પા વર્ષ 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેના માટે અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. 5 ડિસેમ્બર 2024ના રોજ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. અલ્લુ અર્જુન એક્ટર ‘પુષ્પા 2’ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે. તાજેતરમાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. સકિનીલના મતે, ફિલ્મે વિશ્વભરમાં ₹1,742.1 કરોડની કમાણી કરી હતી.