back to top
Homeગુજરાતછેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી સહેંસી નાખ્યા:એક જ મકાનમાં રહેતા બે...

છેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી સહેંસી નાખ્યા:એક જ મકાનમાં રહેતા બે પરપ્રાંતીય શખ્સો હત્યા કરી ફરાર; એકનું ઘટનાસ્થળે અને બીજાનું હોસ્પિટલમાં મોત

રાજકોટમાં સોમવારની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતિય શખ્સોએ છેડતીની શંકાએ મૃતકોને આડેધડ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું વધું ઘવાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના મોટાભાઇને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હત્યા નીપજાવી નાસી છુટેલા બંને શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા
શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પત્નીની છેડતીની શંતકાએ બે યુવકોએ હત્યા કરી
ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલિયા અને પીઆઇ ડામોર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વતની રાજુભાઇ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુ કેટલાક સમયથી છોટુ શંકરની પત્નીની છેડતી કરે છે તેવી છોટુ શંકરને શંકા હતી. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાથી જૈન પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં રસ્તા પર આવીને પટકાયા
શહેરના સંત કબીર રોડ નજીકના આર્યનગર 6માં ભાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દશેક વાગ્યે ધમાલ થઇ ગઇ હતી, છોટુશંકર ગુપ્તા અને વિજય ગુપ્તા નામના શખ્સોએ અમિત રાજુભાઇ જૈન (ઉ.વ.29) અને તેના નાનાભાઇ વિકી રાજુભાઇ જૈન (ઉ.વ.25)ને છરીના ઘા ઝીંકી દીધા હતા, છરીના આડેધડ ઘા ઝીંકાતા બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
જાગૃત નાગરિકે તાત્કાલિક 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે, મેડિકલ ટીમની સારવાર કારગત નીવડી ન હતી અને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતક અમિત જૈનના પત્ની અમીનાબેનની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હતી. બન્ને દિપક ભાઈના મકાનમાં ભાડે રહેતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments