back to top
Homeદુનિયાટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદશે:નવો આદેશ બધા દેશોને...

ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદશે:નવો આદેશ બધા દેશોને લાગુ પડશે, આજે જાહેરાત કરવામાં આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે દેશમાં સ્ટીલ અને એલ્યુમિનિયમની તમામ આયાત પર નવા ટેરિફ લાદવામાં આવશે. તેની સત્તાવાર જાહેરાત આજે એટલે કે સોમવારે કરવામાં આવશે. ટ્રમ્પે 25% ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, જો તેઓ (અન્ય દેશો) આપણા પર ટેરિફ લાદે છે, તો અમે પણ તેમના ઉપર લાદીશું. ટ્રમ્પના નવા ટેરિફ બધા દેશો પર લાગુ થશે. આ ઉપરાંત તેઓ મંગળવાર અથવા બુધવારે રેસિપ્રોકલ ટેક્સની પણ જાહેરાત કરશે. તેનો અર્થ એ કે અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર જે પણ ટેરિફ લાદે છે, અમેરિકા પણ તેમના ઉત્પાદનો પર તે જ ટેરિફ લાદશે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન પારસ્પરિક વેપાર અધિનિયમ બનાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું- હું કેનેડાને અમેરિકન રાજ્ય બનાવવા માટે ગંભીર છું
ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટે ગંભીર છે. ફોક્સ ન્યૂઝ ચેનલના બ્રેટ બેયરે ટ્રમ્પને પૂછ્યું કે શું કેનેડાને અમેરિકન રાજ્ય બનાવવાનો તેમનો ઇરાદો સાચો છે? આના જવાબમાં ટ્રમ્પ સંમત થયા અને કહ્યું, હા આ સાચું છે. તેણે કહ્યું, મને લાગે છે કે કેનેડા 51મા રાજ્ય તરીકે વધુ સારું રહેશે, કારણ કે આપણે કેનેડા સાથે દર વર્ષે 200 બિલિયન ડોલર ગુમાવી રહ્યા છીએ. અને હું એવું નહીં થવા દઉં. ટ્રમ્પે કેનેડા સાથેના વેપારમાં થયેલા 200 અબજ ડોલરના નુકસાનને રાજ્યોને મળતી સબસિડી ગણાવી. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાત ઘણી વાર કરી છે. ટ્રુડોએ એમ પણ કહ્યું- ટ્રમ્પ ગંભીર છે, તેઓ સંસાધનો કબજે કરવા માગે છે
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવાર 7 ફેબ્રુઆરીના રોજ વ્યવસાય અને મજૂર સંગઠનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે ટ્રમ્પની કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવાની ઇચ્છાને ગંભીર ગણાવી. સીબીસી રિપોર્ટ મુજબ, ટ્રુડોએ કહ્યું, ટ્રમ્પ કેનેડાના કુદરતી સંસાધનો પર કબજો કરવા માગે છે. ટ્રમ્પના મનમાં એ છે કે આ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે આપણા દેશ પર કબજો કરી લેવામાં આવે. તેમની સાથેની મારી વાતચીતથી મને ખ્યાલ આવ્યો કે તેઓ આપણા સંસાધનોથી સારી રીતે વાકેફ છે અને તેમનો લાભ લેવા માગે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments