back to top
Homeભારતદિલ્હી ગુમાવ્યું, હવે પંજાબ પણ હાથમાંથી જશે!:કોંગ્રેસનો દાવો- AAPના 30 ધારાસભ્ય તેમના...

દિલ્હી ગુમાવ્યું, હવે પંજાબ પણ હાથમાંથી જશે!:કોંગ્રેસનો દાવો- AAPના 30 ધારાસભ્ય તેમના સંપર્કમાં, કેજરીવાલે બધા ધારાસભ્યોને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં પણ ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના 30 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. આ દરમિયાન AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તેઓ મંગળવારે (11 ફેબ્રુઆરી) સવારે 11 વાગ્યે કપૂરથલા ભવનમાં તમામ ધારાસભ્યોને મળશે. સીએમ ભગવંત માન અને તમામ મંત્રીઓ પણ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર 10 ફેબ્રુઆરીએ યોજાનારી પંજાબ સરકારની કેબિનેટ બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી. 2022માં પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં AAPએ 92, કોંગ્રેસે 18, ભાજપે 2, શિરોમણિ અકાલી દળએ 3 અને BSPએ 1 બેઠક જીતી હતી. પંજાબમાં બહુમતીનો આંકડો 59 છે. આવી સ્થિતિમાં જો 30 ધારાસભ્ય પાર્ટી છોડી દે તોપણ AAP પાસે 62 ધારાસભ્યો રહેશે અને સરકાર માટે કોઈ ખતરો રહેશે નહીં. જોકે AAP પ્રવક્તા નીલ ગર્ગ કહે છે કે પાર્ટીની એક નિયમિત બેઠક દિલ્હીમાં યોજાવાની છે. પાર્ટીએ નક્કી કરવાનું છે કે બેઠક ચંદીગઢમાં થવી જોઈએ કે દિલ્હીમાં. કોંગ્રેસના સાંસદ ગાંધીએ કહ્યું- પંજાબ AAPના ધારાસભ્યો ગમે ત્યાં જઈ શકે છે
પટિયાલાના કોંગ્રેસના સાંસદ ડૉ. ધરમવીર ગાંધીએ કહ્યું હતું કે પંજાબના ધારાસભ્યોમાં AAPના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ગુસ્સો છે. આ લોકો પંજાબનાં સંસાધનો અને સ્ત્રોતો પર કબજો કરી રહ્યા છે. તેમણે પંજાબની બહારના લોકોને રાજ્યસભામાં મોકલ્યા. તેઓ અનેક રીતે શોષણ કરી રહ્યા છે. આ તકવાદી લોકો છે. સિદ્ધાંતવાદી લોકો પાર્ટી છોડી ચૂક્યા હતા. તેમના ધારાસભ્યો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગમે ત્યાં જઈ શકે છે. પંજાબમાં તેમનું કોઈ અસ્તિત્વ બાકી નથી. 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સત્તાની બહાર થઈ જશે. દિલ્હી ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ મત ​​માગ્યા
દિલ્હી ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત સમગ્ર નેતૃત્વએ કેજરીવાલ માટે મત માગ્યા હતા. આ પછી પણ પાર્ટી ગયા વખતે 62 બેઠકની સરખામણીમાં ફક્ત 22 બેઠકો પર સમેટાઈ ગઈ. એ જ સમયે ભાજપે ગત વખતે 8 બેઠકથી આગળ વધીને 48 બેઠકો જીતી અને 27 વર્ષ પછી દિલ્હીમાં સરકાર બનાવી. ચૂંટણીપ્રચાર દરમિયાન પંજાબના AAP નેતાઓએ પંજાબમાં થયેલાં કાર્યોની ગણતરી કરી. આમાં 50 હજાર સરકારી નોકરીઓ, 300 યુનિટ મફત વીજળી, દિલ્હીની જેમ પંજાબમાં 850 મોહલ્લા ક્લિનિક ખોલવા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. દિલ્હી ચૂંટણી માટે AAP દ્વારા પંજાબના મુખ્યમંત્રી માનને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા, તેથી સીએમ માનએ દિલ્હીમાં અનેક રોડ શો અને રેલીઓ કરીને પોતાનો ભાગ ભજવ્યો. જોકે માન જ્યાં પ્રચાર કરતા હતા તે ઘણી બેઠકો પર AAPને હારનો સામનો કરવો પડ્યો. હવે ફક્ત પંજાબમાં AAP બાકી
2024માં જ AAP સત્તા ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી દિલ્હીમાં એકપણ બેઠક જીતી શકી ન હતી, જ્યારે પંજાબમાં પણ તે 13માંથી માત્ર 3 બેઠક જીતી શકી હતી. 10 વર્ષમાં દિલ્હી ગુમાવ્યા પછી પંજાબ AAP માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે, કારણ કે પાર્ટી પાસે ફક્ત આ રાજ્યમાં જ સત્તા છે, તેથી કેજરીવાલ અહીં એવું કામ કરવા માગે છે, જેનાથી દિલ્હી અને અન્ય રાજ્યોમાં પાર્ટીનો પ્રભાવ ફરી એકવાર વધશે. પંજાબમાં ચૂંટણી આડે હજુ 2 વર્ષ બાકી છે. આવી સ્થિતિમાં પાર્ટી હવે કોઈ ભૂલ કરવાના મૂડમાં નથી. આગામી દિવસોમાં બજેટ પણ રજૂ થવાનું છે. જો સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં કેજરીવાલ બધી બાબતો પર પ્રતિક્રિયા લેશે અને દિલ્હી ચૂંટણીમાં રહેલી ખામીઓ વિશે પણ વાત કરશે. આ પહેલાં કેજરીવાલે દિલ્હીના વિજેતા ધારાસભ્યો સાથે બેઠક યોજી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments