અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ફિઝિકલ ટિકિટોનું વેચાણ પણ 9 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે (10 ફેબ્રુઆરી) બન્ને ટીમના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યાં છે. એરપોર્ટથી બન્ને ટીમના ખેલાડીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલ જવા રવાના થયા છે. ભારતીય ટીમ ITC નર્મદામાં અને ઈંગ્લેન્ડની ટીમ હોટલ હયાતમાં રોકાશે.