back to top
Homeભારતમમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરનું પદ છોડ્યું:કહ્યું- બાળપણથી જ સાધ્વી છું અને ભવિષ્યમાં પણ...

મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરનું પદ છોડ્યું:કહ્યું- બાળપણથી જ સાધ્વી છું અને ભવિષ્યમાં પણ રહીશ; કિન્નર અખાડાએ 17 દિવસ પહેલાં ઉપાધિ આપી હતી

કિન્નર અખાડામાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી. મમતાએ કહ્યું, ‘આજે કિન્નર અખાડામાં મારા વિશે વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે, હું રાજીનામું આપી રહી છું. હું 25 વર્ષથી સાધ્વી છું અને ભવિષ્યમાં પણ સાધ્વી રહીશ.’ 24 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. સંગમમાં સ્નાન કર્યા પછી, તેમનું પિંડદાન કરવામાં આવ્યું. આ પછી, અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને અભિષેક કરાવ્યો હતો. તેમનું નવું નામ શ્રીયમાઈ મમતા નંદ ગિરિ રાખવામાં આવ્યું હતું. તેઓ લગભગ 7 દિવસ મહાકુંભમાં રહ્યાં. મમતાએ કહ્યું- હું બે અખાડાઓની વચ્ચે ફસાઈ ગઈ છું
મમતા કુલકર્ણીએ વીડિયોમાં કહ્યું, ‘હું, મહામંડલેશ્વર યમાઈ મમતા નંદ ગિરી, મારા પદ પરથી રાજીનામું આપી રહી છું. આજે, કિન્નર અખાડામાં મને લઈને સમસ્યાઓ છે. હું 25 વર્ષ સુધી સાધ્વી હતી અને હંમેશા સાધ્વી રહીશ. મને મહામંડલેશ્વરનું સન્માન આપવામાં આવ્યું. પરંતુ કેટલાક લોકો માટે આ વાંધાજનક બન્યું. પછી ભલે તેઓ શંકરાચાર્ય હોય કે બીજું કોઈ. મેં 25 વર્ષ પહેલાં બોલિવૂડ છોડી દીધું હતું.’ મેકઅપ અને બોલીવુડથી આટલું દૂર કોણ રહે છે? પણ મેં 25 વર્ષ સુધી તપસ્યા કરી. હું પોતે ગુમનામ રહી. લોકો મારા પર પ્રતિક્રિયા આપે છે કે હું આ કેમ કરું છું અથવા હું તે કેમ કરી રહી છું. નારાયણ, બધા સમૃદ્ધ છે. બધા પ્રકારના આભૂષણો પહેરીને, તેઓ એક મહાન યોગી છે, તેઓ ભગવાન છે. તમે જોશો કે કોઈપણ દેવી કે દેવતા કોઈને કોઈ પ્રકારના શ્રૃંગારથી શણગારેલા હોય છે અને મારી પહેલાં બધા જ આવ્યા હતા, બધા જ આ જ શ્રૃંગારમાં આવ્યા હતા.’ મારા ગુરુ સમાન કોઈ નથી – મમતા
મમતા કહે છે, ‘એક શંકરાચાર્યએ કહ્યું હતું કે મમતા કુલકર્ણી બે અખાડા વચ્ચે ફસાઈ ગયાં હતાં. પણ, મારા ગુરુ સ્વામી ચૈતન્ય ગગન ગિરિ મહારાજ છે. જેમના માર્ગદર્શન હેઠળ મેં 25 વર્ષ સુધી તપસ્યા કરી છે. મને તેમના સમકક્ષ બીજો કોઈ દેખાતા નથી. મારા ગુરુ ખૂબ જ ઊંચા છે. દરેક વ્યક્તિને અહંકાર હોય છે. તેઓ અંદરોઅંદર લડી રહ્યા છે. મારે કોઈ કૈલાશ કે હિમાલય જવાની જરૂર નથી. આખું બ્રહ્માંડ મારી સામે છે.’ મહામંડલેશ્વર જય અંબા ગિરિએ મારા વતી બે લાખ આપ્યા હતા
મમતા કુલકર્ણીએ કહ્યું, ‘જેમણે આજે મારા મહામંડલેશ્વર બનવા સામે વાંધો ઉઠાવ્યો છે, પછી ભલે તેઓ હિમાંગી હોય કે બીજું કોઈ, હું તેમના વિશે કંઈ કહીશ નહીં. આ લોકો બ્રહ્મવિદ્યા વિશે કંઈ જાણતા નથી. હું ફક્ત એટલું જ કહેવા માગુ છું કે હું લક્ષ્મી નારાયણ ત્રિપાઠીનો આદર કરું છું.’ ‘હું હિમાંગી ઉમાંગીને ઓળખતી નથી. આ બધા કોણ છે? જ્યાં સુધી પૈસાના વ્યવહારની વાત છે, મારી પાસે 2 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા પરંતુ મેં મહામંડલેશ્વર અને જગદગુરુઓની સામેના રૂમમાં કહ્યું કે મારી પાસે 2 લાખ રૂપિયા નથી. પછી ત્યાં બેઠેલા મહામંડલેશ્વર જય અંબા ગિરિએ પોતાના ખિસ્સામાંથી બે લાખ રૂપિયા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આપ્યા. આ સિવાય ચાર કરોડ અને ત્રણ કરોડ આપવાની વાત છે, પણ મેં કંઈ કર્યું નહીં. મેં 25 વર્ષથી ચંડીની પૂજા કરી છે. એનાથી જ મને સંકેત મળ્યો કે મારે આ બધામાંથી બહાર નીકળવું જોઈએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments