back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:2030 સુધીમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ $130 અબજ પહોંચવાનો અંદાજ, જેનેરિક ક્ષેત્ર વૃદ્ધિમાં...

ભાસ્કર ખાસ:2030 સુધીમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ $130 અબજ પહોંચવાનો અંદાજ, જેનેરિક ક્ષેત્ર વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે, ખાસકરીને જેનેરિક દવાઓનું બજાર મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે. આ દવાઓમાં એ જ બધી સામગ્રી હોય છે, જે બ્રાન્ડેડ દવાઓમાં હોય છે પણ તે તેનાથી ઘણી ઓછી કિંમતે વેચાય છે. વ્યાજબી દરમાં આરોગ્યની કાળજી લેવાની વધતી જતી માંગની સાથોસાથ સરકાર પણ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને સહયોગ આપી રહી છે, જેથી તેમના વિકાસ માટે તેઓ અનુકૂળ વાતાવરણ ઉભું કરી શકે તેમ કાશ્મિક ફોર્મ્યુલેશનના એમડી નિલેશ પટેલે દર્શાવ્યો હતો. આઇબીઇએફની દ્રષ્ટિએ ભારતીય ફાર્માસ્યુટિકલ બજારમાં 2030 સુધીમાં 130 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં જેનેરિક દવા આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત એ વૈશ્વિક સ્તરે જેનરિક દવાનો સૌથી વધુ પૂરવઠો પૂરો પાડે છે, વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક બજારનો 20 ટકા હિસ્સો ધરાવે છે, એમ ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઇબીઇએફ)નું કહેવું છે. ગરીબ લોકોને આરોગ્ય વિમો પૂરો પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) જેવી સરકારી પહેલથી સસ્તી દવાઓને સરળતાથી મેળવી શકાય છે. ભારતનું મજબૂત ફાર્માસ્યુટિકલ ઉત્પાદકિત ક્ષેત્ર પણ હંમેશા એ વાતની ખાતરી કરે છે કે, તેઓ ઉચ્ચ-ગુણવત્તાવાળી અને મૂલ્ય-અસરકારક દવાઓનો સ્થિર પૂરવઠો પૂરો પાડી શકે. દેશનું નિયમનકારી માળખું પણ એ વાતની ખાતરી આપે છે કે, આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત અને અસરકારક ધોરણો પૂરા કરે. જેને પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય બજાર ભારત પર મોટેપાયે આધાર રાખે છે. તો આઇબીઇએફના આંકડા અનુસાર, 2021માં ભારતની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ 16 બિલિયન ડોલરે પહોંચી હતી. એનપીપીએના મતે જેનેરિક દવાઓની કિંમત 85 ટકા જેટલી નીચી
જેનેરિક દવાનો સૌથી મોટો ફાયદો છે, તેનું વ્યાજબી હોવું. બ્રાન્ડેડ દવાઓ સાથે સંકળાયેલા પ્રારંભિક સંશોધન તથા વિકાસ ખર્ચ ઉત્પાદકોએ કરવાનો રહેતો નથી, તેથી તેઓ નોંધપાત્ર રીતે ઓછી કિંમતે દવાઓ ઓફર કરી શકે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઓથોરિટી (એનપીપીએ) અનુસાર, આ દવાઓની કિંમત 85 ટકા જેટલી ઓછી આંકી શકાય છે, જેનાથી તે મોટી જનસંખ્યા સુધી
પહોંચી શકે. સરકારના પ્રોત્સાહન અને વધતી જાગૃતિથી લાભ
ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને સહાયક સરકારી નીતિઓ દ્વારા સતત વિકાસ પામી રહ્યું છે. જેનેરિક દવાઓ વધતા આરોગ્ય સંભાળ ખર્ચ માટે એક સસ્તો ઉકેલ પૂરો પાડે છે, જેનાથી ગ્રાહકો અને આરોગ્ય સંભાળ પ્રણાલી બંનેને ફાયદો થાય છે. જેમ-જેમ ભારત ઉદ્યોગમાં વૈશ્વિક નેતા તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે, તેમ-તેમ બજાર વધુ વિસ્તરવાની અપેક્ષા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments