અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ વધારવા માટે હવે સિલિકોન વેલીના દિગ્ગજ અને ઉદ્યોગપતિઓની નજર યુકેની લીગ પર છે. ‘ધ હન્ડ્રેડ’ની તાજેતરની હરાજીમાં ટેક્ દિગ્ગજ સત્ય નડેલા, સુંદર પિચાઈ, શાંતનું નારાયણ અને મુકેશ અંબાણીએ બોલવી. તેમનો ઉદ્દેશ્ય ક્રિકેટની વૈશ્વિક લોકપ્રિયતા અને શોર્ટ-ફોર્મટ ટૂર્નામેન્ટસ્ દ્વારા યુવાનોને આકર્ષિત કરવાનો છે. નડેલા અને નારાયણ અમેરિકી મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં રોકાણ કરી ચૂક્યા છે. અડોબના સીઈઓ નારાયણ કહી ચૂક્યા છે- ક્રિકેટનું ભવિષ્ય અમેરિકામાં છે, ક્રિકેટનું વૈશ્વિકરૂપ જોઈ પિચાઈ ખુશ સત્યે નડેલા: માઈક્રોસોફ્ટ સીઈઓ 11 ટેક્ દિગ્ગજોના તે કોન્સોર્ટિયમમાં સામેલ છે, જેણે લંડન સ્પિરિટ ટીમમાં 49% ભાગીદારી ખરીદી છે. આ ડીલ રૂ.1500 કરોડની છે. મેજર લીગમાં 1050 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તે સિએટલ ઓર્કાસના કો-ઓનર છે. કહે છે ‘અમેરિકામાં ક્રિકેટ એ મોટી વાત છે.’ સુંદર પિચાઈ: ગૂગલ સીઈઓએ ગત વર્લ્ડ કપ પહેલાં કહ્યું હતું મને આનંદ છે કે મારી મનપસંદ રમત વૈશ્વિક રૂપ લઈ રહી છે. પિચાઈ વ્યક્તિગત રીતે ક્રિકેટ સાથે જોડાયલા છે. કારણ ભારતમાં ઘણો સમય મેચ રમવામાં વિતાવ્યો છે. પિચાઈ પણ રોકાણકારોના આ કોન્સોર્ટિયમનો એક ભાગ છે. શાંતનુ નારાયણ: અડોબના સીઈઓ .અમેરિકી મેજર ક્રિકેટ લીગ (એમએલસી)ના શરૂઆતના રોકાણકારોમાં છે. નારાયણ સાથી ટેક દિગ્ગજોની સાથે 1050 કરોડ લગાવી ચૂક્યા છે. ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ક્રિકેટનું ભવિષ્ય અમેરિકામાં છે. ધ હન્ડ્રેડ માટે બનેલા કોન્સોર્ટિયમમાં પણ નારાયણ સામેલ છે. મુકેશ અંબાણી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણીની કંપની ‘ધ હન્ડ્રેડ’માં રોકાણ કર્યું છે. કંપનીએ ઓવલ ઈનવિન્સિબલમાં 49% (650 કરોડ રૂ.) હિસ્સો ખરીદ્્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને એમએલસીની ‘એમઆઈ ન્યૂયોર્ક’ પણ તેમની છે.