back to top
Homeગુજરાતવલસાડમાં ટ્રાફિકને નડતર રૂપ બાઇક મુકવા બાબતે હુમલો:રસ્તા પરની બોલાચાલીમાં બે યુવકો...

વલસાડમાં ટ્રાફિકને નડતર રૂપ બાઇક મુકવા બાબતે હુમલો:રસ્તા પરની બોલાચાલીમાં બે યુવકો પર હુમલો, બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા

સલમાન શેખ નામનો યુવક તેના પિતરાઈ ભાઈ સાથે બાઈક પર બહેનને સામાન આપવા જઈ રહ્યો હતો, ત્યારે અતુલ ફસ્ટગેટ રોડ પર વલસાડના અતુલ નજીક ટ્રાફિકને નડતર રૂપ બાઇક ઉભીરાખીને મોબાઈલ ફોન ઉપર વાત કરતા યુવકને ટ્રાફિકને નડતર રૂપ ન ઉભો રહેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સલમાને મિતને રસ્તાની સાઈડમાં બાઇક ઉભું રાખવા કહેતા, મિતે ઉશ્કેરાટભર્યા સ્વરે જવાબ આપ્યો કે રસ્તો મોટો છે, નીકળવું હોય તો નીકળી જાઓ. આ બોલાચાલી વધુ વણસી અને આસપાસ ઊભેલા સ્થાનિક યુવકોએ બાઈક પર સવાર બંને યુવકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સ્થાનિક આગેવાનો અને મુસ્લિમ યુવકના પરિવારજનોએ વચ્ચે પડીને બંનેને વધુ મારથી બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધ્યું છે અને આસપાસની દુકાનો તેમજ સ્થાનિક લોકો પાસેથી ઘટનાક્રમની વિગતો એકત્રિત કરી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના નિવેદન અને ઇજાગ્રસ્ત યુવકોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments