ભારતની કેન્દ્ર સરકારે પાન કાર્ડની ડિજિટલ સુરક્ષામાં સુધારો લાવવા માટે નવી પદ્ધતિ “PAN 2.0” લોન્ચ કરી છે. આ નવું મોડલ 1,435 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ છે પાન કાર્ડને વધુ સુરક્ષિત, સરળ અને ડિજિટલ બનાવવું. પરંપરાગત પાન કાર્ડ, જેને આપણે PAN 1.0 તરીકે ઓળખીએ છીએ, સુરક્ષા સંબંધિત ઘણા જોખમો માટે જાણીતું હતું. આજે આ પાન કાર્ડને ટાઈમ બોમ્બ તરીકે ગણવામાં આવે છે, કારણ કે ઓછી સિક્યોરિટીના કારણે જૂના પાનને હેક કરવું સહેલું છે. પાન 1.0ની છટકબારીઓને કારણે, વ્યક્તિગત માહિતીનો લીક થવાની સંભાવના રહી છે, ભૂતકાળમાં આવા પ્રકારના અનેક ફ્રોડ કેસ બન્યા છે. ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને, PAN 2.0 ને એક નવી દિશા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રોસેસમાં 6 સરળ સ્ટેપોમાં ડિજિટલ સિક્યોર પાન મેળવી શકાય છે:
ગૂગલ પર સર્ચ: સૌથી પહેલા, PAN 2.0 લખી ગૂગલ સર્ચો કરો
UTITSL પોર્ટલ: પાન એપ્લિકેશનની વેબસાઈટને સ્કિપ કરી, UTITSL પોર્ટલ પર જાઓ.
રીપ્રિન્ટ PAN: UTITSL પોર્ટલ પર “રીપ્રિન્ટ પાન કાર્ડ” માટેનું ઓપ્શન મળશે.
વિગતો ભરોઃ આપની તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ ભરવું.
ડિજિટલ સિક્યોર PAN 2.0: આ પ્રોસેસ પૂર્ણ થયા પછી, તમને ડિજિટલ રીતે સિક્યોર અને સુધારેલા પાન કાર્ડ મળી જશે.
ફિઝિકલ પાન માટે ફી: જો તમને ફિઝિકલ e-PANની આવશ્યકતા હોય, તો ડોમેસ્ટિક ફી આપવાની રહેશે
ફ્રીમાં મળશે PAN 2.0: જો ફક્ત ડિજિટલ પાન જોઈએ તો તે ફ્રીમાં મળશે. ડિજિટલ સિક્યોરિટી અને QR કોડના ઉપયોગ દ્વારા, હવે તમારા પાન કાર્ડનો ખ્યાલ રાખવો સરળ બનશે. નવા પાનના કારણે ફ્રોડ અને હેકિંગના જોખમો ઓછા થશે. કેન્દ્ર સરકારના દાવા મુજબ, આ નવું પાન મોડલ માત્ર વ્યક્તિગત સુરક્ષા માટે જ નહીં, પણ અનેક ક્ષેત્રોમાં લાભદાયક સાબિત થશે.
જરૂરી માહિતી પ્રમાણે, જૂના પાન કાર્ડ હજી પણ માન્ય રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. નવા અને જૂના પાન કાર્ડ વચ્ચે માત્ર ડિજિટલ સુરક્ષા અને સિક્યોરિટીના દિશામાં ફેરફાર થશે; પાન નંબર તો એક જ રહેશે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને પૂરો વીડિયો જૂઓ.