WPL મેચને લઈને વડોદરામાં વિવિધ ટીમોનું આગમન થઈ રહ્યું છે, ત્યારે આજે (11 ફેબ્રુઆરી) સયાજી હોટલમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરની વુમન ટીમ પહોંચી હતી. જ્યાં વાગતે ગાજતે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાને જોવા ખાનગી હોટલમાં ભીડ જોવા મળી હતી. આ પહેલા જ ગુજરાત જાયન્ટ્સની ટીમ વડોદરા આવી પહોંચી ગઈ હતી અને કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ પણ કરી હતી. ખેલાડીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
આજે સાંજે 7.30 વાગ્યાની આસપાસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યાંથી ટીમ સયાજી હોટલ પર પહોંચી હતી, જ્યાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ટીમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ગુજરાત ટીમની ડોદરાના મહારાણી સાથે મુલાકાત
બીજી તરફ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ થયા પહેલા ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન એશલે ગાર્ડનર, સાથી ખેલાડીઓ કાશવી ગૌતમ, ફોબી લિચફિલ્ડ અને ડિઆન્ડ્રા ડોટિન એ વડોદરાના મહારાણી સાથે આજે મુલાકાત કરી હતી. ખેલાડીએ ગજરા કાફેની પણ મુલાકાત લીધી
મહિલા સશક્તિકરણ માટે મજબૂત હિમાયતી મહારાણી રાધિકારાજેએ ટીમને તેમનો ટેકો આપ્યો હતો. બોલિંગ કોચ પ્રવિણ તાંબે અને અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા સાથે જોડાયેલા ખેલાડીઓએ મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU) દ્વારા શરૂ કરાયેલ ગજરા કાફેની પણ મુલાકાત લીધી હતી. મહારાણી ચિમનાબાઈ દ્વારા 1914માં સ્થપાયેલ, MCSU શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ, ખાસ કરીને હસ્તકલા અને ભરતકામ દ્વારા મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કાફે LGBTQ+ સમુદાયના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત જાયન્ટ્સની જર્સી મહારાણીને ભેટમાં અપાઈ
આ મુલાકાતમાં ખેલાડીઓ અને મહારાણી રાધિકારાજે વચ્ચે એક આકર્ષક ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું. કેપ્ટન એશલે ગાર્ડનરે ગુજરાત જાયન્ટ્સની જર્સી મહારાણીને ભેટ આપી હતી અને બદલામાં મહારાણીએ નવી સીઝન પહેલા ટીમને WPLની તેમની શુભેચ્છાઓ આપી હતી. આવતીકાલથી બીજી ટીમો પણ વડોદરા આવશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાયન્ટ્સની ટીમ વડોદરા આવી ગઈ છે અને કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારબાદ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ વડોદરા આવી પહોંચી હતી. આવતીકાલથી બીજી ટીમો પણ વડોદરા આવશે. આગામી 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં WPLની 6 મેચ રમાશે. WPLની ઉદ્ઘાટન મેચ પણ વડોદરામાં યોજાનાર છે.