ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની સિરીઝની છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ભારતે બન્ને વન-ડેમાં ઇંગ્લિશ ટીમને 4 વિકેટથી હરાવીને સિરીઝ 2-0થી જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્મા 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાના પરફેક્ટ કોમ્બિનેશનની શોધમાં રહેશે. અમદાવાદમાં ટીમ તેની છેલ્લી મેચ 2023ના ODI વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. જેમાં કાંગારુઓએ 6 વિકેટથી જીત મેળવી હતી. અહીં ઇંગ્લેન્ડ અને ભારત પહેલીવાર ODIમાં આમને-સામને થશે. મેચ ડિટેઇલ્સ, ત્રીજી વન-ડે
તારીખ- 12 ફેબ્રુઆરી
સમય- ટૉસ: બપોરે 1:00 વાગ્યે, મેચ શરૂ: બપોરે 1:30 વાગ્યે
સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ વિરાટ 14 હજારથી 89 રન દૂર અને રોહિત 11 હજારથી 13 રન દૂર છે
ભારતીય ટીમના બે મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં વધુ એક સિદ્ધિ મેળવી શકે છે. કોહલી તેના 14 હજાર વન-ડે રનથી 89 રન દૂર છે, જો તે આમ કરશે તો તે 14 હજાર રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બની જશે. કટક વન-ડેમાં કેપ્ટન રોહિત શર્માએ 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે 11 હજાર વન-ડે રનથી માત્ર 13 રન દૂર છે. રોહિત આવું કરનાર બીજો સૌથી ઝડપી ખેલાડી બની શકે છે. અર્શદીપ અને રિષભને તક મળી શકે
ભારતીય કેપ્ટન પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવા માટે છેલ્લી વન-ડેમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને રમાડી શકે છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને મોહમ્મદ શમી અથવા હર્ષિત રાણાની જગ્યાએ તક મળી શકે છે. ટીમ વિકેટકીપર બેટર રિષભ પંતને પણ તક આપી શકે છે. ભારતે બીજી વન-ડે જીતીને 60મી મેચ જીતી
કટક વન-ડે જીતીને ભારતે ઇંગ્લેન્ડ સામે પોતાનો 60મો વિજય નોંધાવ્યો હતો. બંને ટીમ એકબીજા સામે 109 મેચ રમી છે. આમાંથી, ઇંગ્લેન્ડે 44 જીત મેળવી છે. શુભમનની સતત બે ફિફ્ટી
ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે બંને મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પહેલી મેચમાં 87 રન અને બીજી મેચમાં 60 રન બનાવ્યા. ગિલ સિરીઝમાં ભારતનો સૌથી વધુ સ્કોરર છે. આ દરમિયાન, કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પરત ફર્યો છે. તેણે બારાબાતી સ્ટેડિયમમાં 90 બોલમાં 119 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી. જાડેજા સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે બંને વન-ડેમાં 3 વિકેટ લીધી. બીજી તરફ, પહેલી વન-ડેમાં ડેબ્યૂ કરનાર હર્ષિત રાણા ભારત માટે પ્રભાવશાળી ખેલાડી સાબિત થયો છે. તેણે પહેલી મેચમાં 3 ઇંગ્લિશ બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા. ડકેટ શાનદાર ફોર્મમાં
ઇંગ્લિશ ઓપનર્સ બેન ડકેટ અને ફિલ સોલ્ટે બંને વન-ડેમાં ટીમને ઝડપી શરૂઆત અપાવી છે. ડકેટે કટકમાં 56 બોલમાં 65 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં ટીમનો ટોપ સ્કોરર છે. અનુભવી મિડલ ઓર્ડર બેટર જો રૂટ પણ છેલ્લી મેચમાં 69 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો છે. રાશિદને સૌથી વધુ ટર્ન મળ્યા
ઇંગ્લિશ સ્પિનર આદિલ રશીદે બંને વન-ડેમાં ગતિનું મિશ્રણ કરીને ભારતીય ખેલાડીઓની વિકેટ લીધી છે. તેણે 2 મેચમાં 3 વિકેટ લીધી છે. ઝડપી બોલર જેમી ઓવરટન ટીમનો સૌથી ઇકોનોમી બોલર રહ્યો છે. તેણે 5.40 ની ઇકોનોમી પર 27 રન આપીને 2 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ હંમેશા ધીમી રહી છે, જેનો ફાયદો સ્પિનરોને થાય છે. જોકે, IPLની છેલ્લી સિઝનમાં અહીં ઘણા રન બન્યા હતા. દર્શકો એક હાઈ સ્કોરિંગ મેચ જોવાની અપેક્ષા રાખી શકે છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 243 છે. ટૉસનો રોલ
અમદાવાદમાં કુલ 31 વન-ડે મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 15 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનારી ટીમે 16 મેચ જીતી છે. ભારતે અહીં કુલ 20 વન-ડે રમી છે, જેમાંથી તેમણે 11 જીતી છે અને 9 હારી છે. આમાં ઓસ્ટ્રેલિયા સામે 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો પણ સમાવેશ થાય છે. ઇંગ્લિશ ટીમે અહીં 4 મેચ રમી છે, જેમાંથી તેણે 3 જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. વેધર રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. અહીં તાપમાન 32°C રહેવાની ધારણા છે. બપોરે તડકો સારો રહેશે. વધુમાં, ઠંડા પવન સાથે રાત્રે તાપમાન 15 ડિગ્રીથી નીચે જશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ/રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી/અર્શદીપ સિંહ. ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ ( વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને માર્ક વુડ.