back to top
Homeબિઝનેસઆશાવાદ:દેશમાં 10 વર્ષમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 10 લાખ થવાની આશા

આશાવાદ:દેશમાં 10 વર્ષમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 10 લાખ થવાની આશા

દેશમાં ઉભરી રહેલા ઉદ્યોગ સાહસિકોના ગ્રોથને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવતા પગલાંને કારણે આગામી 10 વર્ષમાં સરકાર દ્વારા નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ વધીને 10 લાખ પર પહોંચશે તેવો આશાવાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વ્યક્ત કર્યો હતો. અત્યારે, દેશમાં કુલ 1.57 લાખ સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ છે, જેની સંખ્યા 2016માં 450 હતી. ઇનોવેશનને વેગ આપવા તેમજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે સરકારે 16 જાન્યુઆરી, 2016 દરમિયાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆત કરી હતી. સરકારની પાત્રતા શરતો પ્રમાણે, કંપનીઓને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન હેઠળ આ યુનિટ્સને ટેક્સ તેમજ નોન-ટેક્સ ઇન્સેન્ટિવ્સ મળે છે. આ પહેલ હેઠળ, સરકારે ફંડ ઑફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ અને ક્રેડિટ ગેરેંટી સ્કીમ હેઠળ અનેકવિધ સેક્ટર્સના માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સને તેમના બિઝનેસ દરમિયાન આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવી છે. હવે આપણે વિશ્વમાં ત્રીજી સૌથી વિશાળ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છીએ, જે 450 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સથી આગળ વધીને નવ વર્ષમાં 1.57 લાખ થઇ ચુક્યા છે. આગામી 10 વર્ષમાં આપણે તેને 10 લાખ સુધી લઇ જવાની આશા રાખીએ છીએ. મંત્રીએ ભારતમાં કંપનીઓ માટે બિઝનેસની અનેકવિધ તકો રહેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments