વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 14 ફેબ્રુઆરીથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ સામસામે ટકરાશે. જેમાં શરૂઆતની છ મેચ વડોદરામાં રમાશે. આ પહેલાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. આવતીકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ પણ પ્રેક્ટિસ કરશે. ‘હું છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી’
ગુજરાત જાયન્ટ્સની ખેલાડી સિમરન શેખે જણાવ્યું હતું કે, પહેલી સિઝનમાં મને ડ્રોપ કર્યા બાદ મેં ખૂબ જ મહેનત કરી હતી. જેથી આ વર્ષે ઓક્સનમાં મને ખૂબ મદદ મળી હતી. હું જ્યારે નાની હતી અને ગલી ક્રિકેટ રમતી હતી, ત્યારે હું છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. જેથી લોકો મને કહેતા હતા કે તું કેમ છોકરાઓ સાથે ક્રિકેટ રમે છે. જોકે, મેં લોકોની વાતો સાંભળ્યા વગર ક્રિકેટ પર ધ્યાન આપ્યું હતું. છોકરાઓને જોઈ જોઈને હું ક્રિકેટ રમતા શીખી છું. ‘મારી પાસે ક્રિકેટ કિટના પૈસા ન હતા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં સિઝન બોલ પર ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મારી પાસે ક્રિકેટ કિટ લેવા માટે પણ પૈસા ન હતા. મારા ઘરમાં ફાઇનાન્સિયલ ખૂબ જ પ્રોબ્લેમ હતા. મારા પપ્પા ઇલેક્ટ્રિશનનું કામ કરે છે. મારાં મમ્મી-પપ્પાએ પૈસા ભેગા કરીને મને પહેલી કિટ અપાવી હતી. આજે હું આ લેવલે પહોંચી છું, જેથી મને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. હું ધારાવીમાંથી પહેલી ક્રિકેટર છું. મને જોઈને અન્ય છોકરીઓ પણ હવે ક્રિકેટર બનવા માંગે છે. મને ઘણા લોકોના ફોન પણ આવે છે કે અમારે ક્રિકેટર બનવું છે. ‘અમે લીલો ચેવડો અને જલેબી ફાફડા ખાધા’
તેઓએ ઉમેર્યું હતું કે, વડોદરામાં આવીને હું ખૂબ જ એક્સાઇટેડ છું. હું વડોદરા અને ગુજરાતના લોકોને કહેવા માગું છું કે, તમે અમને સપોર્ટ કરો. અમે હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છીએ. વડોદરા શહેરમાં આવીને લીલો ચેવડો અને જલેબી ફાફડા ખાધા છે. ‘વડોદરાના મહારાણીને મળીને ખૂબ જ આનંદ થયો’
ગુજરાત જાયન્ટ્સ ટીમની કેપ્ટન એશલે ગાર્ડનરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં WPL રમવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારી ટીમમાં ખૂબ જ અનુભવી બેટ્સમેન અને બોલર છે. વડોદરાનું નવું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ છે. અહીં સુવિધાઓ પણ સારી છે. વડોદરાના મહારાણીને મળીને ખૂબ જ આનંદ થયો. કઈ ટીમ કઈ હોટલમાં રોકાઈ