back to top
Homeદુનિયાચીનની શોધ:કેન્સરની દવા સસ્તી મળશે, અમેરિકાની કંપનીઓમાં ડર, AI બાદ બાયોટેક ઈન્ડસ્ટ્રીને...

ચીનની શોધ:કેન્સરની દવા સસ્તી મળશે, અમેરિકાની કંપનીઓમાં ડર, AI બાદ બાયોટેક ઈન્ડસ્ટ્રીને પડકાર

હવે બાયોટેક ઈન્ડસ્ટ્રીમાં ચીનનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે.ડીપસીક મોમેન્ટ બાદ એઆઈની જેમ હવે અમેરિકાને અહીં પણ પડકાર મળી રહ્યો છે. બોબ ડુગન દ્વારા સમર્થિત સમિટ થેરાપ્યુટિક્સે જાહેરાત કરી કે તેની દવાએ ફેફસાંના કેન્સરના પરીક્ષણમાં મર્કની બ્લોકબસ્ટર થેરાપી કીટ્રુડા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. કીટ્રુડા ફાર્મા ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ વેચાતી દવા છે. આગની જેમ ફેલાયેલા આ સમાચારથી સમિટના માર્કેટકેપમાં બિલિયન ડોલરનો વધારો થયો છે. અમેરિકાની મંજૂરી વગર જ આ દવા બોયોટેક ઈન્ડસ્ટ્રીમાં ટોપ પર પહોંચી ગઈ છે. સમિટે આ દવા બે વર્ષ પહેલાં ચીનની એક ગુમનામ બાયોટેક કંપની એકેસો પાસેથી લાઇસન્સ પર લીધી હતી. ચીનના ઇનોવેશનના કારણે અમેરિકન ઇકોસિસ્ટમમાં વિક્ષેપ | અમેરિકન બાયોટેક ઇન્ડસ્ટ્રી બોસ્ટન-કેમ્બ્રિજ અને સાન ફ્રાન્સિસ્કો બે જેવા કેન્દ્રોમાં વિકસિત થઈ રહી છે. ચીનની સ્પર્ધાથી કેન્સરની દવાઓ સસ્તી થઈ શકે છે. દર્દીઓ માટે આ વૈશ્વિક સ્પર્ધા લોટરી જેવી છે. આ દર્દીઓને કોઈ ફરક નથી પડતો કે આ દવા કયા દેશમાં વિકસિત કરવામાં આવી છે. અમેરિકા જે ક્ષેત્રમાં દબદબો ધરાવે છે તે તમામ ક્ષેત્રમાં ચીન ટક્કર આપી રહ્યું છે. બાયોટેક ઈન્ડસ્ટ્રીઝમાં ચીનની ભાગીદારી 4 વર્ષમાં છ ગણી વધી
ચીનની બાયોટેક ટેક્નોલોજી કેટલાંક વર્ષોમાં ઝડપથી આગળ વધી છે. ડીલફાર્મા અનુસાર 2020માં 50 મિલિયન ડોલરથી વધુનું માર્કેટ ધરાવતી દવાના વેચાણમાં ચીનની ભાગીદારી 5 ટકાથી ઓછી હતી પરંતુ 2024માં તે લગભગ 30% સુધી પહોંચી ગઈ છે. આ ક્ષેત્રમાં ચીન પ્રોડક્ટથી લઈને ઇનોવેશન સુધીમાં અમેરિકાને પડકાર આપી રહ્યું છે. ચીની વૈજ્ઞાનિક અમેરિકાથી પરત ફર્યા
અમેરિકામાં તાલીમ લીધેલા ઘણા ચીની વૈજ્ઞાનિક પાછા ચીન પરત ફર્યા છે. આથી શાંઘાઈ આસપાસ બાયોટેક સેન્ટર્સનો ઉદય થયો છે. ચીની બાયોટેક કંપનીઓ સસ્તી અને અસરકારક પ્રોડક્ટ્સ બનાવી રહી છે. ચીનની કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઓછા ખર્ચનો લાભ લઈ રહી છે. એક્સપર્ટનું માનવું છે કે જે રીતે ચીની એઆઈ મોડલ ડીપસીક ખૂબ જ સસ્તું અને ફાસ્ટ છે તેવી રીતે ચીની બાયોટેક કંપનીની પ્રોડક્ટ સસ્તી અને અસરકાર છે. અહીં ક્લિનિકલ ટ્રાયલનો ખર્ચ અમેરિકાની સરખાણીએ ખૂબ ઓછો આવે છે. ચીને ટ્રાયલના નિયમો પણ સરળ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments