back to top
Homeદુનિયાપીએમ મોદી આજથી બે દિવસના અમેરિકા પ્રવાસે, ટ્રમ્પને મળશે:બિઝનેસ ફર્સ્ટ: મોદી-ટ્રમ્પ ટેરિફ,...

પીએમ મોદી આજથી બે દિવસના અમેરિકા પ્રવાસે, ટ્રમ્પને મળશે:બિઝનેસ ફર્સ્ટ: મોદી-ટ્રમ્પ ટેરિફ, રક્ષા, ઈકોનોમિક કોરિડોર પર ફોકસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી અમેરિકાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ પર રહેશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત થશે. તેમાં બિઝનેસનો મુદ્દો સૌથી અગ્રિમ રહેવાનો છે. ટેરિફ પર ભારતે પહેલ કરતાં અમેરિકન બાઈક અને અન્ય લક્ઝરી આઈટમ પર 70% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત સામાન્ય બજેટમાં કરી દીધી હતી. પરંતુ અમેરિકા ભારત સાથે વેપાર સંતુલન પર ભાર મૂકી રહ્યું છે. ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઈનાન્સિયલ એજન્સી નોમુરા અનુસાર, ટ્રમ્પ અમેરિકાનાં હિતો માટે ભારત પર ટેરિફ લગાવી શકે છે. ભારત-અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંધિ માટે ચર્ચા થઈ શકે છે. રક્ષા સમજૂતીમાં તેજસ માર્ક-2 ફાઈટર વિમાનનાં એન્જિન ખરીદી અને એમક્યૂ-9બી ડ્રોન અંગે પણ ચર્ચા થશે. ત્રીજું મોટું ફોકસ આઈમેક (ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર) પર રહેવાની શક્યતા છે. આઈમેકમાં ભારત પશ્ચિમ કાંઠાથી સુએજ નહેરને બદલે યુએઈ, સાઉદી, ઈઝરાયલ થઈને યુરોપ સુધી રોડ, રેલવે અને સમુદ્રનો મહત્ત્વાકાંક્ષી માર્ગ પ્રસ્તાવિત છે. આ પણ… એચ-1બી વિઝા, ખાલિસ્તાની આતંકવાદીઓનો મુદ્દો 2200 કરોડના લાંચ કેસમાં અદાણીને રાહતની આશા, ટ્રમ્પે એફસીપીએ કાયદા પર રોક લગાવી
ટ્રમ્પે વિદેશી ભ્રષ્ટ આચરણ કાયદો (એફસીપીએ) પર રોકના આદેશ આપ્યા છે. એફસીપીએ હેઠળ ચાલી રહેલા તમામ કેસોનો રિવ્યૂ થશે. અમેરિકાની વિદેશનીતિનાં હિતોને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ એફસીપીએમાં 2200 કરોડની લાંચ કેસમાં ન્યૂયોર્કની એક કોર્ટે 21 નવેમ્બરે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. અદાણીને હાલ રાહત મળવાની શક્યતા છે. વોરન્ટનો અમલ-કાર્યવાહીનો અંતિમ અધિકાર ટ્રમ્પ પાસે
એટર્ની જનરલ એફસીપીએ રિવ્યૂમાં પહેલાંના કેસોની વધુ તપાસ અને વોરન્ટના અમલ વિશે નિર્ણય લઈ શકશે. અંતિમ અધિકાર ટ્રમ્પ પાસે રહેશે. શું હતો મામલો: અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યુર પાવર પર ભારતમાં સૌરઊર્જા કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી અધિકારીઓને 2200 કરોડની લાંચ આપવાનો આરોપ હતો. આ કેસ એ કારણે નોંધાયો હતો કે તેમાં આરોપ હતો કે લાંચની રકમ માટે અમેરિકાના રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યાં હતાં. અદાણીના શેરોમાં ઉછાળો: અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 4.5%, અદાણી પાવરમાં 4.2%, અદાણી ગ્રીનમાં 3.4%ની તેજી આવી. { બાંગ્લાદેશે અદાણી ગ્રૂપ પાસેથી 1600 મેગાવોટ પાવર સપ્લાયની અપીલ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments