કપડાં ઉતારાવી, પ્રાઇવેટ પાર્ટમાં ડમ્બેલ્સ લટકાવ્યા, જેમેટ્રી કમ્પાસ બોક્સમાં રહેલાં પરિકર દ્વારા માર મારીને લોહીલુહાણ કર્યા. આ હચમચાવતી ઘટના કેરળની એક સરકારી કોલેજની છે. જ્યાં થર્ડ યરના સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરતા હતા અને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરતા હતા. કેરેલાં કોટ્ટાયમની સરકારી નર્સિંગ કોલેજમાં ફર્સ્ટ યરના તિરુવનંતપુરમમાંથી આવેલાં 3 વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની હતી. આ ત્રણેય વિદ્યાર્થીઓએ હવે કોટ્ટાયમ ગાંધીનગર પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું કે, નવેમ્બર 2024થી સિનિયરોએ તેમના ઉપર જે હિંસક રેગિંગ શરૂ કર્યું હતું. થર્ડ યરના પાંચ વિદ્યાર્થીઓ અરેસ્ટ
ફરિયાદના આધારે પોલીસે થર્ડ યરના પાંચ વિદ્યાર્થીઓને અરેસ્ટ કર્યા છે તેમની રેગિંગ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર ફર્સ્ટ યરનાં વિદ્યાર્થીઓને નગ્ન ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના સિનિયર વિદ્યાર્થીઓ તેમના પ્રાઇવેટ પાર્ટમાં ડમ્બેલ્સ લટકાવી દીધા હતા. પીડિતોને જેમેટ્રી કમ્પાસ બોક્સમાં રહેલાં પરિકર દ્વારા પણ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. સિનિયરોએ આ ક્રૂરતાનો વીડિયો લીધો હોવાનો દાવો
ક્રૂરતા અહીં જ અટકી ન હતી. ઘા પર લોશન લગાવવામાં આવ્યું હતું. જેનાથી દુખાવો વધારે થતો હતો. જ્યારે પીડિતો બૂમો પાડતા હતા, ત્યારે તેમના મોંમાં બળજબરીથી લોશન નાખવામાં આવતું હતું. સિનિયર વિદ્યાર્થીઓએ આ કૃત્યોનો વીડિયો લીધો હોવાનો પણ આરોપ છે. આ સાથે જ તેમણે જૂનિયર વિદ્યાર્થીઓને ધમકી આપી હતી કે આ મામલે જો કોઈ વિદ્યાર્થી પોતાનું મોઢું ખોલશે તો તેનું શૈક્ષણિક ભવિષ્યને જોખમમાં મૂકાશે. રવિવારે જૂનિયર્સ પાસે રૂપિયા ઉઘરાવી દારૂ મંગાવતા
ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સિનિયર્સ નિયમિતપણે રવિવારે જુનિયર્સ પાસેથી દારૂ ખરીદવા માટે પૈસા ઉઘરાવતા હતા. જે વિદ્યાર્થીઓ સીનિયર્સની વાત ના માને તેમને માર મારવામાં આવતો હતો. આમાંથી એક વિદ્યાર્થી જે હવે આ ત્રાસ સહન કરી શક્યો નહીં, તેણે તેના પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ તેના પિતાએ તેને પોલીસનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કર્યો. હાલ પાંચેય આરોપી વિદ્યારથી પોલીસ કસ્ટડીમાં છે અને આજે (બુધવાર) બપોર સુધીમાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. અઠવાડિયા પહેલાં જ કોચીમાં એક વિદ્યાર્થીએ રેગિંગથી કંટાળી સુસાઈડ કર્યું હતું
આ ઘટના ત્યારે બની જ્યારે કોચીમાં એક અઠવાડિયા પહેલાં જ 15 વર્ષના એક સ્કૂલના છોકરાએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની માતાએ આરોપ લગાવ્યો કે તેના પુત્ર પર ક્રૂર રીતે રેગિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે તે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો હતો. વિદ્યાર્થીને થાંભલા સાથે બાથ ભીડાવી, પાછળથી હાથ પકડી પટ્ટાથી ફટકારાયો થોડાં દિવસ પહેલાં ગુજરાતના સુરત શહેરની એસવીએનઆઇટીનો બર્થ ડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સેકેન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટ બોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો હતો. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરી હતી. જો કે, આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઇટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા હતા, જેને બંધ કરાવી હોવાનું કહેવામાં આવે છે. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…