back to top
Homeદુનિયાબ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર જાતિગત દુર્વ્યવહાર:ટ્રેનમાં ઇમિગ્રન્ટ શબ્દ સાંભળીને દારૂડિયો ગુસ્સે...

બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર જાતિગત દુર્વ્યવહાર:ટ્રેનમાં ઇમિગ્રન્ટ શબ્દ સાંભળીને દારૂડિયો ગુસ્સે થઈને બોલ્યો- અમે ભારત પર રાજ કર્યું

બ્રિટનમાં લંડનથી માન્ચેસ્ટર જતી ટ્રેનમાં નશામાં ધુત એક વ્યકિતએ ભારતીય મૂળની એક બ્રિટિશ મહિલા પર જાતિગત દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મેટ્રો ન્યૂઝ મુજબ, આ ઘટના રવિવારે બની હતી જ્યારે ભારતીય મૂળની ગેબ્રિએલ ફોર્સીથ ટ્રેનમાં ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન તે તેના મિત્ર સાથે વાત કરી રહી હતી. ગેબ્રિએલે મિત્રને કહ્યું કે તે ઇમિગ્રન્ટ્સને મદદ કરતી ચેરિટી સાથે કામ કરે છે. આ સાંભળીને, નશામાં ધુત દારૂડિયાએ બૂમો પાડવાનું અને જાતિગત અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. તેણે બડાઈ મારી કે કેવી રીતે ઈંગ્લેન્ડે દુનિયા પર કબજો જમાવી દીધો હતો. દારૂડિયાએ કહ્યું કે તું જે કંઈ પણ દાવો કરી રહી છે તે એટલા માટે છે કારણ કે તું ઈંગ્લેન્ડમાં છે, જો તું ઈંગ્લેન્ડમાં ન હોત તો તું કોઈ દાવો ન કરી રહી હોત. અંગ્રેજોએ દુનિયા જીતી લીધી હતી. અમે ભારત પર પણ જીત મેળવી હતી પણ અમે તેને જાળવી રાખવા માંગતા ન હતા. માટે અમે તમને તે પાછું આપી દીધું. પોલીસમાં ફરિયાદ કરી
ગેબ્રિએલે X પર વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું: “તે ઇમિગ્રન્ટ શબ્દ સાંભળતાની સાથે જ ગભરાઈ ગયો.” તેના હાવભાવ ખૂબ આક્રમક હતા. તે ઘટના ખૂબ જ પરેશાન કરનારી હતી. તે પાગલપણા જેવી સ્થિતિમાં હતો. મેં સુરક્ષા માટે વીડિઓ બનાવ્યો છે. બીજા એક ટ્વિટમાં ગેબ્રિએલે લખ્યું, ‘એક ભારતીય અને એક ઇમિગ્રન્ટની પુત્રી હોવાને કારણે, મારા ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલું રહેવું એ એક આશીર્વાદ છે.’ હું આભારી છું કે હું મારા અને અશ્વેત લોકો માટે ઊભી રહી શકું છું. આ ઘટના અંગે બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન પણ રંગભેદનો ભોગ બન્યા હતા બ્રિટનમાં ભારતીય સમુદાય લાંબા સમયથી જાતિગત અને ધાર્મિક ભેદભાવનો સામનો કરી રહ્યો છે. 2023માં, લંડન ખાતે હેનરી જેક્સન સોસાયટીએ આ અંગે એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં સામેલ 51% હિન્દુ માતાપિતાએ જણાવ્યું હતું કે તેમના બાળકને સ્કૂલમાં હિન્દુ વિરોધી નફરતનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ કહ્યું હતું કે તેમણે બાળપણમાં જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, નાના ભાઈ-બહેનોની સામે આવું વર્તન થતું ત્યારે મને વધુ ખરાબ લાગતું. બે વર્ષ પહેલાં, મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી એમ ટેકનો અભ્યાસ કરતા 150 ભારતીય વિદ્યાર્થીઓ એક જ પેપરમાં નાપાસ થયા હતા. કોર્ષમાં ભાગ લેનારા 200 વિદ્યાર્થીઓમાંથી, પાસ થયેલા બધા 50 વિદ્યાર્થીઓ ગોરા હતા. ત્યારે પણ ભારતીયો સામેના ભેદભાવના આરોપો લાગ્યા હતા. મેગન મર્કેલે પણ જાતિવાદના આરોપો લગાવ્યા હતા
કિંગ ચાર્લ્સના નાના પુત્ર પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલે પણ આરોપ લગાવ્યો હતો કે મહેલમાં તેમની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. મેગને કહ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે પેલેસમાં કામ કરતી એક સભ્યએ તેના બાળકના રંગ વિશે સવાલ પૂછ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments