back to top
Homeમનોરંજનઆખરે સમય રૈનાની વિવાદો પર સ્પષ્ટતા:કહ્યું- મેં યુટ્યૂબ પરથી બધા વીડિયો હટાવી...

આખરે સમય રૈનાની વિવાદો પર સ્પષ્ટતા:કહ્યું- મેં યુટ્યૂબ પરથી બધા વીડિયો હટાવી દીધા છે, મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો હતો

કોમેડિયન સમય રૈનાએ તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને લગતા ચાલી રહેલા વિવાદમાં સ્પષ્ટતા આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો હતો કે તેણે તેના શોના બધા વીડિયો યુટ્યૂબ પરથી હટાવી દીધા છે. તેણે એમ પણ કહ્યું કે તેનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો હતો. સમય રૈનાએ લખ્યું, જે કંઈ થઈ રહ્યું છે તે હું સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’​​​​​​​ના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. આભાર. રૈનાએ પોસ્ટ ડિલીટ કરી નહીં, પણ છુપાવી દીધી સમય અને રણવીર વિરુદ્ધ મુંબઈમાં બીજી FIR
‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં માતા-પિતા પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલે યુટ્યૂબર્સ રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના વિરુદ્ધ મુંબઈમાં અત્યાર સુધીમાં બે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસની સાયબર સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રણવીર અને સમય ઉપરાંત, પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લેનારા 30 ગેસ્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે આવા શો દેશના યુવાનોને મૂંઝવણમાં મૂકે છે. મહિલા આયોગે અલ્હાબાદિયા, સમય રૈના અને અન્ય લોકોને પણ સમન્સ મોકલ્યા છે. બધાને 17 ફેબ્રુઆરીએ NCW ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ ઇન્દોરમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંગળવારે સવારે 5 પોલીસ અધિકારીઓની એક ટીમ મુંબઈના વર્સોવામાં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી. 10 ફેબ્રુઆરીના રોજ, મુંબઈ પોલીસે શોના હોસ્ટ સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વા માખીજા સહિત શોના આયોજકો સામે કેસ નોંધ્યો હતો. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ની માગ પર, YouTube એ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદાસ્પદ એપિસોડને દૂર કરી દીધો છે. સંસદની IT સેલ નોટિસ મોકલી શકે છે
સમય રૈનાના યુટ્યૂબ શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ માં માતા-પિતા પર અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો સંસદ સુધી પહોંચ્યો હતો. મંગળવારે, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદની IT સમિતિને ફરિયાદ કરી હતી અને કાર્યવાહી અને માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કોમેડીના નામે અપશબ્દોનો ઉપયોગ સહન કરી શકાય નહીં. મોટા રાજકારણીઓ પણ અલ્હાબાદિયાના મંચ પર આવ્યા છે, પીએમએ તેમને એવોર્ડ આપ્યા છે. જવાબદાર વ્યક્તિ પાસેથી આની અપેક્ષા રાખવામાં આવતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદની આઇટી કમિટી આ મામલે રણવીર અલ્હાબાદિયાને નોટિસ મોકલવાનું વિચારી રહી છે. પ્રિયંકા ચતુર્વેદી આ સમિતિના સભ્ય છે. માહિતી અનુસાર, ઘણા વધુ સાંસદોએ આ સામે નારાજગી વ્યક્ત કરી છે. થાણેના શિવસેના સાંસદ નરેશ ગણપત મ્હસ્કેએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આવી સામગ્રીને રોકવા માટે કાયદો બનાવવાની માંગ કરી. રવિવારે બે ક્લિપ વાઈરલ થઈ હતી આ વિવાદનું મૂળ સમય રૈના અને યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીના ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ના શોની ક્લિપ્સમાં રહેલું છે. જે રવિવારે વાઈરલ થઈ હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ કન્ટેન્ટને કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મુંબઇ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને regularisation અને લોકોમાં freedom of speechની માગ ઊઠી હતી. શો મુંબઇના ખારમાં શૂટ થયો હતો સમય રૈના એક સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતો છે અને રણવીર અલ્લાહાબાદીની પોડકાસ્ટ ચેનલ BeerBeeps માટે જાણીતો છે. આ બંનેના શોના અશ્લીલ કેન્ટેન્ટની પોલિટિશનિયન્સ, મહિલા સંગઠનો, સેલિબ્રિટીઝ, આર્ટિસ્ટ અને પબ્લિકે ઘોર નિંદા કરી હતી. મુંબઇમાં જ્યારે કલાકારો જેમ કે નિલેશ મિશ્રા, રાજકીય લીડર સુપ્રિયા શ્રીનાતે, આસામના CM હેમંત બિસ્વા શર્માએ આ શોને વખોડ્યો હતો. મુંબઇમાં આ બધાનાં ઘણાં ગ્રુપમાં આ શોના આયોજકો અને બ્રોડકાસ્ટર્સ સામે પણ ફરિયાદો ઊઠી હતી. આ શો મુંબઇના ખારમાં શૂટ થયો હતો. અશ્લીલ કન્ટેન્ટ સામે આખા દેશમાં આક્રોશ ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ની બંનેની ક્લિપ વાઈરલ થયા બાદ આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, ત્યારે ગુજરાતમાં આ પ્રકારના શોને કલાકારો અને માતા-પિતા કેવી રીતે જુએ છે તે જોવાનું રહ્યું. ભૂતકાળમાં બજરંગદળ, ક્ષત્રિય સેના જેવાં સંગઠનો દ્વાર સંસ્કૃતિ અને સંસ્કાર પર થતા હુમલાઓ પર વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. બી પ્રાકે અલ્હાબાદિયા પોડકાસ્ટ રદ કર્યો ગાયક બી પ્રાકે માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓના કૌભાંડ બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર આવવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, ‘હું બીયર બાયસેપ્સ પોડકાસ્ટ પર હાજર રહેવાનો હતો પણ હવે તે રદ કરવામાં આવ્યું છે.’ કારણ તેમની અધોગતિશીલ માનસિકતા છે. સમય રૈનાના શોમાં શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. બી પ્રાકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ વાત કહી. સંપૂર્ણ સમાચાર વાંચો… રણવીર-સમય સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments