ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના ડેટાના કારણે વ્યાજના દરો વધુ ઘટવાની શક્યતા સાથે રોકાણકારો હવે ધીમા ધોરણે ખરીદી વધારી રહ્યા છે. અમેરિકામાં ફુગાવાની ચિંતા, ત્રીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો, યુએસ ટેરિફ તણાવમાં વધારો અને સતત FII આઉટફ્લો વચ્ચે બેન્ચમાર્ક સતત છ સેશનથી ઘટાડા તરફી રહ્યા હતા. શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થયા છતાં સાવચેતીમાં ઘણા શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરો વેચવાલ રહેતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી. વૈશ્વિક પરિબળો સાથે ઘર આંગણે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોના વેલ્યુએશન મામલે પણ નિષ્ણાંતો સવાલ ઉઠાવવા લાગતાં આજે સતત બીજા દિવસે પણ શેરોમાં ધબડકો બોલાઈ જતાં બે દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.15.41 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે સંપત્તિમાં રૂ.16.97 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે થયા બાદ ખાસ ઘટાડો જોવાયો નહોતો. પરંતુ રિઝર્વ બેંકના ફોરેક્સ માર્કેટમાં રૂપિયાનું પતન અટકાવવા મેગા ઓપરેશનના અહેવાલ વચ્ચે છેલ્લા કલાકોમાં એકાએક સેન્સેક્સ, નિફટી બેઝડ પેનીક સેલિંગ થયું હતું. રિઝર્વ બેંકના જંગી ડોલર વેચાણ સામે તેજીમાં રહેલા ખેલાડીઓની પણ ડોલરમાં પેનીક વેચવાલી નીકળી હોવાનું અને આ વર્ગ નુકશાની કવર કરવા શેરોમાં મોટાપાયે વેચવાલ બન્યો હોવાની ચર્ચા હતી. બીજી તરફ કાચામાલની મોટી આયાત પર નિર્ભર કંપનીઓએ ડોલરોની મોટી ખરીદી કર્યાની અને સામે ફંડોએ કંપનીઓની આયાત મોંઘી બનતાં કામગીરી કથળવાની ધારણા વચ્ચે શેરોમાં મોટું સેલિંગ કર્યું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4074 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2091 અને વધનારની સંખ્યા 1855 રહી હતી, 128 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 297 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 178 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મુથૂટ ફાઈનાન્સ 6.43%, એસબીઆઈ કાર્ડ્સ 5.58%, ગોદરેજ પ્રોપ 4.90%, ઇપ્કા લેબ 4.60%, ઓરબિંદો ફાર્મા 3.31%, સન ફાર્મા 2.82%, સિપ્લા 1.83% વધ્યા હતા, જયારે અદાણી એન્ટર. 4.41%, વોલ્ટાસ 3.40%, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1.91%, અદાણી પોર્ટસ 1.81%, બાટા ઇન્ડિયા 1.60%, ટાટા કેમિકલ્સ 1.36% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23107 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22979 પોઈન્ટના પ્રથમ અને 22808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23133 પોઈન્ટ થી 23202 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49571 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49272 પોઈન્ટ પ્રથમ અને 49088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49676 પોઈન્ટ થી 49808 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49979 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2991 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2870 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3008 થી રૂ.3023 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3033 ઉપર તેજી તરફી ધ્યાન.
મુથુત ફાઈનાન્સ ( 2331 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2290 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2273 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2353 થી રૂ.2370 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
નેસલે ઈન્ડિયા ( 2177 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેકેજ્ડ ફૂડસ સેક્ટરનો આ સ્ટોક રૂ.2208 આસપાસ વેચવાલી થકી રૂ.2160 થી રૂ.2144 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2230 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2025 ) :- રૂ.2073 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2080 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1990 થી રૂ.1973 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2094 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.. બજારની ભાવિ દિશા… મિત્રો, ટ્રમ્પના વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલવાના ખોફ અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ફોરેકસ માર્કેટમાં દરમિયાનગીરી કરી જંગી ડોલર વેચવાના ઓપરેશને બે દિવસ શેરોમાં મોટો કડાકો બોલાઈ ગયા બાદ રિઝર્વ બેંકે સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા રૂ.2.5 લાખ કરોડ ઠાલવવાનું જાહેર કરતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની શરૂ થયેલી મુલાકાતમાં પોઝિટીવ અપેક્ષાએ શેરોમાં ઉડાઉડ અટકી હતી. ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઘટાડે મોટું શોર્ટ કવરિંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત હજુ ઈન્વેસ્ટરો, ફંડોમાં વૈશ્વિક ટ્રેડ વોર કેવો વળાંક લેશે એ બાબતે અનિશ્ચિતતાને લઈ નવી મોટી ખરીદીથી દૂર રહી સાવચેત રહેતાં બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જાન્યુઆરી 2025 મહિનામાં શેર બજારોમાં વોલેટીલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં રોકાણ 3.6% ઘટીને રૂ.39,688 કરોડ નોંધાયું હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાન્યુઆરીના આજે જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. જેમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ડિસેમ્બરની તુલનાએ 14.5% વધીને રૂ.41,155.91 કરોડ નોંધાયો છે. જાન્યુઆરીમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ સતત 47માં મહિને પોઝિટીવ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં 1.28 ટકાના ઘટાડા અને નિફટી 50 ઈન્ડેક્સમાં 0.99%ના ઘટાડાના કારણે શેર બજારોમાં ઘટાડાના કારણે ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં નજીવો ઘટાડો નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ ડિસેમ્બરના રૂ.66.93 લાખ કરોડની તુલનાએ જાન્યુઆરી 2025માં વધીને રૂ.67.25 લાખ કરોડ થઈ છે.