રાજ્યમાં અંગદાન માટે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (સોટ્ટો)ની રચના થઈ ત્યારથી અત્યાર સુધીના 6 વર્ષમાં કુલ 599 મૃતકોના પરિવારોએ અંગદાન કર્યું છે. જેના કારણે 1853 લોકોને નવા મળ્યા છે. તેમ છતાં હજુ 2485 લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં છે. સોટ્ટોના કન્વીનર ડો. પ્રાંજલ મોદી જણાવે છે કે, ે 2019થી 2025 સુધીમાં વર્ષ- 2022-23ના બે વર્ષમાં સૌથી વધુ 294 અંગદાતાઓ દ્વારા 913 અંગ પ્રાપ્ત થયાં છે. હાલમાં 2485થી વધુ લોકો કિડની, લિવર, હૃદય, ફેફસા અને પેન્ક્રિયાસ જેવાં અંગનું વેઈટિંગ ચાલી રહ્યુંં છે. જેમાં સૌથી વધુ 2129 લોકો કિડની માટે રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીનું બ્રેનડેડ ડેક્લેરેશન ફરજિયાત બનાવવું જોઇઅે. એક ખાનગી હોસ્પિટલના લિવર ટ્રાન્સ પ્લાન્ટ ફિઝિશિયિન ડો. પથિક પરીખે કહ્યું કે, પરિવારમાંથી લાઇવ ડોનર તરીકે 80 ટકા કિસ્સામાં મહિલા દ્વારા પુરુષ સંબંધીને અંગદાન કરે છે. તાજેતરમાં વડોદરાની એક મહિલાએ તેના પતિને તેમજ હિંમતનગરની મહિલાએ તેના બહેનના પતિને લિવરનો એક ભાગ આપ્યો છે.