જનરેશન ઝેડ એટલે કે 18 થી 28 વર્ષના કર્મચારીઓને પોતાના કામમાં મન લાગી રહ્યું નથી. મેનેજમેન્ટ કંપની ગેલપના એક સરવે અનુસાર અત્યારે એમ્પ્લૉઇ એંગજમેંટ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછું છે. તેના માટે 35 વર્ષથી ઓછી વયના કર્મચારી સૌથી વધુ જવાબદાર છે. એમ્પ્લૉઇ એંગજમેંટ ઘટવાનો સીધો સંબંધ ઓફિસની પ્રોડક્ટિવિટી અને પ્રદર્શન પર છે. સરવે અનુસાર જનરેશન ઝેડના કર્મચારીઓએ વર્ક પ્લેસ એંગજમેંટના 12 પાસાઓમાંથી દરેકમાં ખરાબ અનુભવ કર્યો હતો. અર્થાત્, તેમને લાગે છે કે સારા કામ માટે જેટલા પણ સંસાધનની જરૂરિયાત છે, એ તેમને ઉપલબ્ધ નથી. બૉસ તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે, તેને લઇને સ્પષ્ટતા નથી. એ પણ માનવું છે કે કામને બદલે તેમને વ્યક્તિગત ઓળખ મળી રહી નથી. કંપનીને તેમની ચિંતા પણ નથી. સાથે જ, કંપનીમાં પ્રમોશનની તકોનો પણ અભાવ છે. ગેલપનો આ સરવે મેકિન્ઝીના કેટલાક સમય પહેલા કરાયેલા રિસર્ચ સાથે મેળ ખાય છે. તે સરવેમાં પણ અડધાથી વધુ કર્મચારીઓએ પોતાની નોકરીથી અસંતુષ્ટ હોવાની વાત કરી હતી. એક મહત્વપૂર્ણ તારણ એ હતું કે સમગ્ર રીતે રિમોટ (ઓફિસ આવ્યા વગર) અથવા સમગ્ર રીતે ઓફિસમાં જ કામ કરતા કર્મચારીઓમાં બર્નઆઉટ (કામ પર અસંતુષ્ટિ)નો દર લગભગ એક સમાન હતો. ઉંમરના હિસાબે, બૂમર એટલે કે સીનિયર લોકો ઑફિસ પરત ફરવાથી સૌથી વધુ સંતુષ્ટ છે. દરમિયાન અનેક બિઝનેસ લીડર્સે રિટર્ન ટૂ ઑફિસ એટલે કે કર્મચારીઓના પૂરી રીતે ઑફિસથી જ કામ કરવાની હિમાયત કરી છે. તેને એમ્પ્લૉયી એંગજમેન્ટ વધારવા માટે જરૂરી બતાવવામાં આવ્યું છે. મેકિન્ઝીના પાર્ટનર બ્રાયન હેનકૉક અનુસાર એ મહત્વનું નથી કે તમે કોઇને કયા કામ કરાવો છે. વાસ્તવમાં તે મહત્વપૂર્ણ છે કે તમે જ્યારે તેમને ત્યાં લાવો છો, તો તેમની સાથે શું કરો છો. આ જોખમોનો ઘટાડવા માટે કંપનીઓએ સહયોગ, જોડાણ, ઇનોવેશન, મેંટરશિપ અને સ્કિલ ડેવલપમેંટમાં રોકાણ કરવું જોઇએ. 47% જેન ઝેડ પ્રોફેશનલ્સ નોકરીમાં જોડાવવાના માત્ર બે વર્ષની અંદર જ નોકરી છોડી દે છે, જ્યારે સંભવિત કંપનીમાં જોડાતા પહેલા મોટા ભાગના જેન ઝેડ કર્મચારીઓ વર્ક-લાઇફ બેલેન્સને પણ વધુ પ્રાધાન્ય આપે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર 51% જેન ઝેડ કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર રહે છે. તેમાંથી 40% પ્રોફેશનલ્સને જોબ માર્કેટમાં પ્રવેશ દરમિયાન તેમની પસંદગીના ક્ષેત્રમાં નોકરી નહીં મળે તેવો ડર સતાવે છે. 77% પ્રોફેશનલ્સ તેમને મળતા પદને વધુ મહત્વ આપે છે. ભારતમાં 59% કર્મચારીઓ બર્નઆઉટનો શિકાર
મિકેન્ઝી હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે એક વર્ષ પહેલા વિશ્વના 30 દેશોના 30 હજાર કર્મચારીઓ પર સરવે કર્યો હતો. વિશ્વભરમાં સરેરાશ 20% કર્મચારીઓને બર્નઆઉટની ફરિયાદ હતી. ભારતમાં આ આંકડો અંદાજે 59% એટલે કે ત્રણ ગણો વધારે હતો. સરવે અનુસાર નાની કંપનીઓમાં કામ કરતા 18 થી 24 વર્ષની વયજૂથના કર્મચારીઓમાં બર્નઆઉટની વધારે ફરિયાદ હતી.