સુરતના ડીંડોલી વિસ્તારમાં 14 વર્ષની સગીર દીકરી પર સતત એક મહિના સુધી બળાત્કાર ગુજારનાર પિતાને કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે આરોપીએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતા ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ કડક સજા માંગે છે. આવા ગંભીર ગુનાને હળવાશથી લઈ શકાય નહીં અને ન્યાય માટે કડક કાર્યવાહી જરૂરી છે. કોર્ટનો નિર્ણય અને વળતર
આ કેસમાં સરકાર પક્ષના એપીપી પાટીલે દલીલો કરતા કહ્યું કે આવા ગુનામાં આરોપીને કડકથી કડક સજા આપવી જરૂરી છે.આ ફેંસલામાં કોર્ટે પીડિત સગીરાને રૂ. 7 લાખનું વળતર આપવાનો હુકમ પણ કર્યો છે. કેસની વિગત
ડીંડોલી, સુરત ના એક પરિવારના પિતા, માતા અને બે બાળકો રહેતા હતા. માતા અને દીકરો રોજ કામ પર જતાં જ્યારે પિતા અને 14 વર્ષની સગીર દીકરી ઘરે રહેતા.આ દશામાં સગા પિતાએ ઘરમાં એકલતાનો ફાયદો ઉઠાવી, દીકરી પર બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું.એક મહિના સુધી પિતા દ્વારા બનેલી આ નૃશંસ હરકત પીડિતાએ અંતે તેની માતાને કહી.માતા એ હિમ્મત એકઠી કરી, પોલીસને જાણ કરી અને એક બપોરે ઘરે પહોંચીને પતિને રંગે હાથ પકડાવ્યો.પોલીસે તાત્કાલિક પિતાને ઝડપી જેલ હવાલે કર્યો હતો. કોર્ટનો દંડ અને સજા
આરોપીને આજીવન કેદ ફટકારી દેવામાં આવી છે.અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો હુકમ. પીડિતાને રૂ. 7 લાખ વળતર આપવા હુકમ કરાયો છે.