આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુના વધારા સાથે 76,520 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉપર છે, તે 23,150 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 ઉપર અને 6 નીચે છે. નિફ્ટીના 50 શેરોમાંથી 44 ઉપર અને 6 નીચે છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, ફાર્મા ક્ષેત્રે સૌથી વધુ 1.77%નો ઉછાળો નોંધાવ્યો. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું
અગાઉ, ગઈકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ દિવસના 75,388 ના નીચલા સ્તરથી 783 પોઈન્ટ રિકવર થયો હતો. તે 122 પોઈન્ટ ઘટીને 76,171 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 22,798 ના નીચલા સ્તરથી 247 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો, તે 26 પોઈન્ટના ઘટાડા સાથે 23,045 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉપર અને 14 નીચે હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરો ઉપર અને ૨૨ શેરો નીચે હતા. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, રિયલ્ટી ક્ષેત્રમાં સૌથી વધુ 2.74%નો ઘટાડો થયો.