ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે. પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે. શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીનો સમાવેશ થયો છે. ફ્લાઇટ શનિવારે રાતે પહોંચે તેવી શક્યતા છે. ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઊતરશે. મળતી માહિતી પ્રમાણે, અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે. ત્યાં જ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે. 5 ફેબ્રુઆરીએ પહેલી ફ્લાઇટ આવી હતી આ પહેલા 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા અમૃતસર પહોંચ્યો. આ વિમાનમાં કુલ 104 ભારતીય હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલા હતી. આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સંસદમાં હોબાળો થયો હતો આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે ડિપોર્ટ થયેલાં ભારતીયોને હાથકડી અને બેડીઓથી બાંધેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી. એસ જયશંકરે પોતે સંસદમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી. અમેરિકા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે. તેમણે વર્ષ-દર-વર્ષ ડેટા બતાવ્યો. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર પીએમ મોદીએ શું કહ્યું? અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે. આ પણ વાંચો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાની અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર પહોંચી ચૂ્કયું છે. વિમાનમાં જે 33 ગુજરાતીઓ છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે. જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ ભાસ્કરને મળ્યું છે. જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે. જ્યારે 8 સગીર પણ ભારત પરત ફરી રહ્યા છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…. હાથ-પગ સાંકળોથી બાંધી ભારતીયોને પ્લેનમાં બેસાડ્યા અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયને લઈને એક અમેરિકન લશ્કરી C-17 ગ્લોબમાસ્ટર વિમાન 5 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઊતર્યું હતું. આ લોકોના પગમાં સાંકળો બાંધવામાં આવી હતી, જ્યારે તેમના હાથ પણ સાંકળોથી બાંધેલા હતા. યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઇકલ બેંકે તેનો વીડિયો તેમના X હેન્ડલ પર શેર કર્યો હતો. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….