વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજાર સતત આઠમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા આજે સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે અફડાતફડી જોવા મળી હતી અને સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સમાં 3%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજીત 7.26 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત, સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામોની અસર શેરબજારમાં જોવા મળી છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવો વધીને આવતા વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની ધારણાં તથા ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટ્રેડ વોર વચ્ચે વૈશ્વિક સ્તરે હાલમાં ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને પગલે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવાઈ હતી, જયારે ક્રુડ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.59% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.24% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4083 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3320 અને વધનારની સંખ્યા 681 રહી હતી, 82 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22995 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22808 પોઈન્ટના પ્રથમ અને 22676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23088 પોઈન્ટ થી 23133 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49334 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48808 પોઈન્ટ પ્રથમ અને 48676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49474 પોઈન્ટ થી 49606 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49737 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લિ. ( 1876 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1844 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1830 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1893 થી રૂ.1909 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1915 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટેક મહિન્દ્ર ( 1666 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1630 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1616 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1683 થી રૂ.1690 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
કોટક મહિન્દ્ર બેન્ક ( 1953 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1983 આસપાસ વેચવાલી થકી રૂ.1933 થી રૂ.1909 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1997 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ગ્લેનમાર્ક ફાર્મા ( 1320 ) :- રૂ.1347 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1360 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1297 થી રૂ.1290 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1373 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ડિસેમ્બર 2024ના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અપેક્ષિત મુજબ નહીં રહેતાં શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. નિફટી 50ના 35 શેરો લાંબાગાળાની મુવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. નિફટી મિડ કેપ 150 ઈન્ડેક્સના 150 પૈકી 118 શેરો અને નિફટી સ્મોલ કેપ 250 ઈન્ડેક્સના 250 શેરો પૈકી 204 શેરો 200 દિવસની મુવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે હવે વૈશ્વિક પરિબળો વધુ નેગેટીવ બનવાના સંજોગોમાં વેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ શેરોમાં શેરોમાં હજુ ઘટાડાની શકયતા મૂકાઈ રહી છે. નિફટી 500 શેરો પૈકી દરેક પાંચ શેરમાંથી એક શેરનો ભાવ 27, સપ્ટેમ્બર 2024ના લેવલથી 30%થી વધુ ઘટી આવ્યો છે. એ સમયે નિફટી 50 ઈન્ડેક્સ 26277ની સપાટીએ હતો. ત્યારથી અત્યાર સુધીમાં નિફટીમાં 12%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફટી મિડકેપ 150માં 15.8%, નિફટી સ્મોલ કેપ 250 ઈન્ડેક્સમાં 17.6% અને નિફટી 500 ઈન્ડેક્સમાં 14.5% ઘટાડો નોંધાયો છે. ટેરિફ યુદ્વ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ સહિતના અન્ય વૈશ્વિક પરિબળો જો હજુ પડકારરૂપ બનશે, તો શેરોમાં વધુ ઘટાડો જોવાઈ શકે છે.