છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના ચાર જણા એક સાથે ચૂંટણીલક્ષી રહ્યા છે. અને ચારેય અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડતા લોકોમાં કુતૂહલ પેદા થયું છે. છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણીનું મતદાન આગામી 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે.ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે રાત દિવસ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં એક અનોખી વાત જોવા મળી છે.જેમાં એક જ પરિવારના ચાર જણા અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. વાત છે છોટા ઉદેપુર નગર પાલિકાના વર્ષ 2011 માં ઇન્ચાર્જ પ્રમુખ રહેલા હાજી ફારુક મહંમદભાઇ ફોદાની. ફારુક ફોદા હાલ ભારત નિર્માણ મંચ પાર્ટીમાં ઉમેદવાર તરીકે વોર્ડ 6 માંથી પોતાની ઉમેદવારી કરી છે. જ્યારે તેમની જ પત્ની સાબેરા ફારુંકભાઈ ફોદા અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ 6 માંથી જ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે તેમના એક દીકરા આરીફ ફારૂકભાઈ ફોદા ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ 3 માંથી ઉમેદવારી નોંધાવી છે.જ્યારે અન્ય એક દીકરા રમજાની ફારુકભાઈ ફોદાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોર્ડ 4 માંથી ઉમેદવારી નોંધાવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે માતાપિતા અને બે દીકરા નગર પાલીકાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે એક જ પરિવારના કહે ઉમેદવારોને લઇને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.સાથે સાથે સત્તા માટે અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે શુક્રવારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થતાં જ રાજકીય પક્ષોના ઉમેદવારો હવે મતદારોને મનાવવા માટે ખાટલા બેઠકો શરૂ કરશે.