back to top
Homeમનોરંજનજુનૈદ-ખુશીનો વેલેન્ટાઇન ડે પ્લાન:કોઈ પોતાના પાર્ટનરને ઘરે રોમેન્ટિક ડિનર કરાવશે, તો કોઈ...

જુનૈદ-ખુશીનો વેલેન્ટાઇન ડે પ્લાન:કોઈ પોતાના પાર્ટનરને ઘરે રોમેન્ટિક ડિનર કરાવશે, તો કોઈ અરિજિતનું ગીત ગાઈ ઈમ્પ્રેસ કરશે

જુનૈદ ખાન અને ખુશી કપૂરની ફિલ્મ ‘લવયાપા’ 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ મોર્ડન લવ પર આધારિત રોમેન્ટિક કોમેડી છે. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં, જુનૈદ અને ખુશીએ વેલેન્ટાઇન ડે અને પ્રેમ વિશેની પોતાની લાગણીઓ શેર કરી. પ્રશ્ન- વેલેન્ટાઇન ડે પર તમારા બંને માટે કઈ ડેટ પરફેક્ટ રહેશે? રોમેન્ટિક ડિનર કે એડવેંચર?
જવાબ- જુનૈદ- હું ઘરે રોમેન્ટિક ડિનર કરવા માગુ છું. ખુશી- મને પણ ઘરે રોમેન્ટિક ડિનર કરવું ગમશે. મને એડવેંચર ગમે છે પણ મને ઘર વધુ ગમે છે. પ્રશ્ન: જો તમારે તમારા વેલેન્ટાઇનને ઈમ્પ્રેસ કરવાં માટે બોલિવૂડ ગીત ગાવું પડે, તો તે કયું ગીત હશે અને શા માટે?
જવાબ- જુનૈદ- હું મારી પોતાની ફિલ્મમાંથી ‘કૌન કિન્ના ઝરૂરી સી’ ગાઈશ. આખા આલ્બમમાંથી આ મારું ફેવરિટ ગીત છે. ખુશી- આજકાલ હું અરિજિત સિંહનું ગીત ‘તૈનુ સંગ રખના’ સાંભળું છું, તેથી કદાચ હું તેનાથી ઈમ્પ્રેસ થઈશ. પ્રશ્ન: જો તમારે વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનરને સરપ્રાઇઝ આપવી હોય, તો તે શું હશે?
જવાબ- ખુશી- હું તને સરપ્રાઈઝ આપીશ તે પણ ઘરે. હું બોર્ડનો ઉપયોગ કરીને ઘરે પેરિસનો એફિલ ટાવર બનાવીશ. પિકનિક સ્ટાઈલમાં ચાદર ગોઠવી દઈશ. પણ ગમે સરપ્રાઈઝ હશે તે ઘરે જ થશે. જુનૈદ- હું સરપ્રાઇઝ આપવામાં ખૂબ જ ખરાબ છું. હું શક્ય તેટલા ફૂલો માગીશ અને સરપ્રાઈઝ આપીશ. પ્રશ્ન: શું તમને લાગે છે કે આજકાલ વેલેન્ટાઇન ડે પર પ્રેમની ઉજવણી કરવાનું પ્રેશર વધતું જાય છે?
જવાબ- જુનૈદ- ના. મને લાગે છે કે પ્રેમની ઉજવણી દરરોજ થવી જોઈએ. તમે તેને દરરોજ નાની નાની બાબતોથી ઉજવી શકો છો. ખુશી- ના. મને નથી લાગતું કે આટલું બધું કરવાની જરૂર છે. ખાસ પ્રસંગોએ કંઈક તો કરવું જોઈએ પણ વધારે પ્રેશર ન લેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments