વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં લવ-જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઇ છે. મોહસિન પઠાણે પોતે મનોજ સોની તરીકેની ઓળખ આપીને 33 વર્ષીય બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. આરોપીનું જૂઠાણું યુવતી સામે આવી જતાં તેણે યુવતી સાથે મારઝૂડ કરી પોતાની પત્ની પાસે નાસી ગયો હતો. પીડિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીની આરોપી સાથે એક ઇવેન્ટ મેનેજમેન્ટ દરમિયાન મુલાકાત થઈ હતી. પોતે આરોપી સરકારી નોકરી કરતો હોવા છતાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ યુવતીને તથા તેનાં સંતાનોને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને આ વાતની કોઈને જાણ કરે તો તને સંતાનો સહિત પીડિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જાનથી મારી નાખવાની ધમકી આપે છે
આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવક મોહસિને મનોજ બનીને મારી સાથે લગ્ન કર્યા હતા. એ વાતની મને ખબર પડતાં તેણે મારી સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. તે મારા છોકરાઓ સાથે પણ કરતો હતો. ત્યાર બાદ તે મને છોડીને જતો રહ્યો હતો. તે તેની પત્ની સાથે મળીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેણે ઘણી બધી છોકરીઓને ફસાવી છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે હું ઇવેન્ટનું કામ કરું છું. એ દરમિયાન તેની સાથે મારી મુલાકાત થઈ હતી, તે એક નંબરનો ઐયાશ માણસ છે, તે છોકરીઓને ફસાવે છે. તે છોકરીઓને કહે છે કે મારી સરકારી નોકરી છે. એક છોકરીને ફસાવે છે. તે જાય પછી બીજી અને ત્યાર બાદ ત્રીજીને પણ ફસાવે છે. તેણે ઘણી બધી છોકરીઓને ફસાવી છે. જલદીથી જલદી મને ન્યાય મળવો જોઈએ અને તેને સજા થવી જોઈએ. તેને સજા એવી થવી જોઈએ કે ફરીથી કોઈ છોકરી સાથે આવું ન કરે. સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી
તાંદલજા વિસ્તારમાં આવેલા નૂરજહાપાર્ક સોસાયટીમાં રહેતા યુવક મોહસિન દ્વારા પોતાની ઓળખ છુપાવીને તેનું નામ મનોજ હોવાનું કહીને બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા. લગ્ન બાદ મોહસિનના કાંડનો પર્દાફાશ થતાં તેણે યુવતી તથા તેનાં સંતાનો પર ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કર્યું હતું. જો આ વાતની કોઇને જાણ કરીશ તો તને તથા તારાં સંતાનોને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી, જેથી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીને મોહસિનની જાણ થતાં આરોપી મારઝૂડ કરવા લાગ્યો
વર્ષ 2022 સુધીમાં મોહસિને યુવતી સાથે વારંવાર શરીરસંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવક મુસ્લિમ હોવા છતાં યુવતી સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. દરમિયાન ગત 14 જાન્યુઆરીના રોજ યુવતીને તેનું નામ મનોજ નહીં, પરંતુ મોહસિન હોવાની જાણ થઇ હતી. ત્યારે યુવતીએ આ વાત મોહસિન પઠાણને કહેવા જતાં તેણે તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને તથા તેના પુત્રોને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જો તું આ વાતની કોઇને જાણી કરીશ તો તને તથા તારા પુત્રોને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આરોપીએ યુવતી પાસે રૂ. 90 હજારના લોન લેવડાવી હતી
લગ્નજીવનન દરમિયાન મોહસિન પઠાણે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં યુવતી પાસે રૂ. 90 હજારના લોન લેવડાવી હતી. આ ઉપરાંત તેના મિત્રને નામે મોપેડ લીધું હતું, જેના હપતા પણ યુવતી ભરી રહી છે. મોહસિન પઠાણે યુવતી પાસેથી રોકડ રૂપિયા એક લાખ લઇને પરત નહીં આપી છેતરપિંડી આચરી છે, જેથી બે સંતાનની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી યુવક મોહસિને નામ બદલીને મહિલા સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ મહિલાને તેની ઓળખ થઈ જતાં મહિલા અને તેનાં બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું અને મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. આ મામલે આરોપી મોહસિનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.