ભારતીય ટેસ્ટ ઓપનર યશસ્વી જયસ્વાલનો રણજી ટ્રોફી સેમિફાઈનલ મેચ માટે મુંબઈની ટીમમાં સમાવેશ કર્યો છે. રણજી ટ્રોફી 2024-25ની બંને સેમિફાઈનલ મેચ 17 ફેબ્રુઆરીથી રમાશે. બીજી સેમિફાઈનલ મેચમાં મુંબઈનો મુકાબલો વિદર્ભ સામે થશે. યશસ્વીએ આ સિઝનમાં એક મેચ રમી છે. યશસ્વીએ જમ્મુ અને કાશ્મીર સામે રણજી મેચ રમી હતી, જેમાં મુંબઈની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર હારી ગઈ હતી. તે મેચમાં રોહિત શર્મા પણ રમ્યો હતો. જાન્યુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે યશસ્વીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે 11 ફેબ્રુઆરીએ અંતિમ ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે તેના સ્થાને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. યશસ્વી ટ્રાવેલિંગ રિઝર્વ હશે, તેની સાથે શિવમ દુબે અને મોહમ્મદ સિરાજને પણ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા છે. રણજી ટ્રોફી સેમિફાઈનલ માટે મુંબઈ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, અમોઘ ભટકલ, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાર્દૂલ ઠાકુર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસોઝા, રોયસ્ટન ડાયસ, અથર્વ અંકોલેકર અને હર્ષ તન્ના. ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડેમાં નિષ્ફળ ગયો હતો
યશસ્વીને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ODI શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે વિરાટ કોહલીની ગેરહાજરીમાં પહેલી વન-ડે રમી હતી. આ યશસ્વીનો પણ ODI ડેબ્યૂ હતો. તેણે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતી વખતે 22 બોલમાં 15 રન બનાવ્યા. ઘૂંટણની ઈજાને કારણે કોહલી તે મેચમાં રમી શક્યો ન હતો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
રિઝર્વ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.