શાહપુર સ્થિત સફલ વિદ્યાલયમાં રાહી ફાઉન્ડેશન અને હ્યુમન વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 24 બાળકોમાં દૃષ્ટિની ખામી જોવા મળી હતી, જેમને નિઃશુલ્ક ચશ્માંનું વિતરણ કરવામાં આવશે. શિબિરમાં રાહી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તરીકે જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ, અશોક દલાલ અને જયેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રમોદભાઈ શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિમાં ડૉ. ચતુરભાઈ પટેલ અને ઉર્વીશભાઈ પારેખે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શાળાના સંચાલક દિનેશભાઈ શાહે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ પહેલથી વિદ્યાર્થીઓની આંખોની તંદુરસ્તી જાળવવામાં મદદ મળશે અને તેમના અભ્યાસમાં પણ સકારાત્મક અસર થશે.