back to top
Homeસ્પોર્ટ્સIPLની ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે રમાશે:22 માર્ચથી શરૂઆત, ફાઈનલમાં પણ...

IPLની ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે રમાશે:22 માર્ચથી શરૂઆત, ફાઈનલમાં પણ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે; હૈદરાબાદમાં 2 પ્લેઓફ મેચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન 22 માર્ચ, શનિવારથી શરૂ થશે. શરૂઆતની અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પ્રથમ મેચમાં, KKR નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ, IPLનું સંપૂર્ણ શેડ્યૂલ 1 કે 2 દિવસમાં જાહેર થઈ શકે છે. ફ્રેન્ચાઇઝ ટીમને મહત્વપૂર્ણ મેચ વિશે માહિતી આપવામાં આવી છે. કોલકાતાએ 2024ની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે હૈદરાબાદમાં 2 પ્લેઓફ મેચ રમાશે. હૈદરાબાદ પણ હોમ ગ્રાઉન્ડથી શરૂઆત કરશે
17મી સીઝનની રનર-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ પણ તેના હોમ ગ્રાઉન્ડ ઉપ્પલથી તેના અભિયાનની શરૂઆત કરશે. તેઓ 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ ગયા સિઝનના ક્વોલિફાયર-2માં પણ આમને-સામને થઈ હતી. હૈદરાબાદ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ્યું હતું. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં
IPLમાં, શરૂઆતની અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ વખતે પણ બંને મહત્વપૂર્ણ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. ફાઈનલ 25 મેના રોજ રમાશે. ક્વોલિફાયર-2 પણ કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર હૈદરાબાદ ખાતે રમાશે, જે અગાઉના રનર-અપ SRHનું હોમ ગ્રાઉન્ડ છે. RCB નવા કેપ્ટનના નેતૃત્વમાં પ્રવેશ કરશે
ગુરુવારે જ RCBએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી. મધ્યપ્રદેશના રજત પાટીદાર 18મી સીઝનમાં ટીમનું નેતૃત્વ કરશે. KKR પણ નવા કેપ્ટન સાથે ટુર્નામેન્ટ રમશે. અગાઉનો કેપ્ટન શ્રેયસ અય્યર આ સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમશે, તેથી KKR એ નવો કેપ્ટન પસંદ કરવો પડશે. 10 ટીમ 12 સ્થળોએ સ્પર્ધા કરશે
10 ટીમના હોમ ગ્રાઉન્ડ ઉપરાંત, મેચ ગુવાહાટી અને ધર્મશાળામાં પણ રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ (RR)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે, ટીમ અહીં 2 મેચ રમશે. ટીમ અહીં 26 માર્ચે કોલકાતા અને 30 માર્ચે ચેન્નઈ સામે ટકરાશે. ધર્મશાલા પંજાબ કિંગ્સ (PBKS)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 3 મેચ રમશે. 10 ટીમના બાકીના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, લખનઉ, મુલ્લાનપુર, દિલ્હી, જયપુર, કોલકાતા અને હૈદરાબાદ છે. સિઝનની બાકીની મેચ અહીં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ વચ્ચે કુલ 74 મેચ રમાશે. ચેન્નઈ અને મુંબઈએ સૌથી વધુ ટાઇટલ જીત્યા છે
IPL એ ભારતમાં રમાતી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે દર વર્ષે માર્ચથી મે દરમિયાન T20 ફોર્મેટમાં રમાય છે. તેની શરૂઆત 2008માં 8 ટીમ સાથે થઈ હતી. રાજસ્થાને ફાઈનલમાં ચેન્નઈને હરાવીને પ્રથમ સીઝનનો ખિતાબ જીત્યો હતો. 2022માં, ટુર્નામેન્ટમાં 10 ટીમ શરૂ થઈ હતી, ત્યારથી 10 ટીમે સતત ભાગ લીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સૌથી વધુ એટલે કે 5-5 ટાઇટલ જીત્યા છે. કોલકાતા ટુર્નામેન્ટમાં ત્રીજી સૌથી સફળ ટીમ છે, જેણે 3 ટાઇટલ જીત્યા છે. દિલ્હી, બેંગલુરુ, પંજાબ અને લખનઉએ અત્યાર સુધી એક પણ ખિતાબ જીત્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments