વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાને ટીમની સ્ટાર ઓલરાઉન્ડર સોફી ડિવાઇનની ખોટ સાલશે. સ્મૃતિએ સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમમાં કહ્યું, “ડિવાઇન વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંની એક છે અને તેણે અમારા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમને તેની ખોટ ચોક્કસ અનુભવાશે.” ત્રીજી સીઝન શરૂ થાય તે પહેલાં ન્યૂઝીલેન્ડના ડિવાઈને લીગમાંથી ખસી ગઈ હતી. તેણે અંગત કારણોનો ઉલ્લેખ કર્યો છે. ડિવાઈને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. હું ખૂબ જ ઉત્સાહિત છું – હરમનપ્રીત
ત્રીજી સીઝન શરૂ થાય તે પહેલાં ગુરુવારે સ્ટાર સ્પોર્ટ્સના પ્રેસ રૂમમાં પાંચેય ટીમના કેપ્ટન હાજર હતા. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આ સિઝનમાં બધી ટીમે ખૂબ જ સારા ખેલાડીઓની પસંદગી કરી છે. ગયા સીઝનમાં, અમે એવા ખેલાડીઓ જોયા જેમણે સારું પ્રદર્શન કર્યું અને નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું.’ 22 મેચ રમાશે
આ સીઝનમાં, 29 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે. એલિમિનેટર 13 માર્ચે મુંબઈમાં અને ફાઈનલ 15 માર્ચે રમાશે. આ વખતે મેચો 2 ને બદલે 4 સ્થળોએ યોજાશે. WPL મેચ પહેલી વાર લખનઉ અને વડોદરામાં યોજાવાની છે. મુંબઈ અને બેંગલુરુ ફરી એકવાર ટુર્નામેન્ટનું આયોજન કરશે. બેંગલુરુએ બીજી સીઝન જીતી હતી
સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ બેંગલુરુએ WPL સીઝન-2નો ખિતાબ જીત્યો હતો. ટીમે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓલરાઉન્ડર એલિસ પેરી ટુર્નામેન્ટની ટોપ સ્કોરર રહી હતી. તેણે 9 મેચમાં 347 રન બનાવ્યા હતા. જ્યારે સ્પિનર શ્રેયાંકા પાટીલ 13 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહી હતી. ટીમે 8 માંથી 4 મેચ જીતી અને 4 હારનો સામનો કરવો પડ્યો હતો. WPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… WPLની ત્રીજી સીઝન આજથી શરૂ થશે: ઓપનિંગ મેચમાં ગુજરાત-બેંગલુરુ ટકરાશે, 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે; ટુર્નામેન્ટ વિશે બધું જાણો વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. સંપૂર્ણ સમાચાર વાંચો…