back to top
Homeસ્પોર્ટ્સWPLની ત્રીજી સીઝન આજથી શરૂ થશે:ઓપનિંગ મેચમાં ગુજરાત-બેંગલુરુ ટકરાશે, 5 ટીમ વચ્ચે...

WPLની ત્રીજી સીઝન આજથી શરૂ થશે:ઓપનિંગ મેચમાં ગુજરાત-બેંગલુરુ ટકરાશે, 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે; ટુર્નામેન્ટ વિશે બધું જાણો

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. 5 ટીમ વચ્ચે 29 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 22 મેચ રમાશે. એલિમિનેટર 13 માર્ચે મુંબઈમાં અને ફાઈનલ 15 માર્ચે રમાશે. આ વખતે મેચ 2 ને બદલે 4 સ્થળોએ યોજાશે. WPL મેચ પહેલી વાર લખનઉ અને વડોદરામાં યોજાવાની છે. મુંબઈ અને બેંગલુરુ ફરી એકવાર ટુર્નામેન્ટનું આયોજન કરશે. ગૂગલે WPL માટે ડૂડલ બનાવ્યું
WPLની ત્રીજી સીઝનની શરૂઆતના ખાસ ઇવેન્ટે, ગૂગલે ક્રિકેટ-થીમ આધારિત ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ બે એનિમેટેડ પક્ષીઓને ક્રિકેટ પીચ પર રમતા બતાવે છે, જેમાં બેટ, બોલ અને સ્ટમ્પ છે. બેંગલુરુએ બીજી સીઝન જીતી હતી
સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ બેંગલુરુએ WPL સીઝન-2નો ખિતાબ જીત્યો હતો. ટીમે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો. ઓલરાઉન્ડર એલિસ પેરી ટુર્નામેન્ટની ટોપ સ્કોરર રહી હતી. તેણે 9 મેચમાં 347 રન બનાવ્યા. જ્યારે સ્પિનર ​​શ્રેયંકા પાટીલ 13 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહી હતી. ટીમે 8 માંથી 4 મેચ જીતી અને 4 હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે મેચ 4 સ્થળોએ યોજાશે
સીઝન-3માં 4 સ્થળોએ મેચ રમાશે. 14 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં 6 મેચ રમાશે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન બેંગલુરુમાં 8 મેચ રમાશે. અહીંની ઘરઆંગણાની ટીમ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બીજી સીઝનનો ખિતાબ જીતી હતી, તેથી આ સ્થળને સૌથી વધુ મેચ મળી હતી. લખનઉમાં 3 થી 8 માર્ચ દરમિયાન 4 મેચ રમાશે. ત્યારબાદ 10 થી 15 માર્ચ દરમિયાન મુંબઈમાં પ્લેઓફ અને લીગ સ્ટેજની 2-2 મેચ રમાશે. ટાઇટલ માટે 3 દાવેદાર આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે
વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝન પણ લીગ ફોર્મેટમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. એલિમિનેટર મેચ બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમ વચ્ચે રમાશે. બધી 5 ટીમ 2-2 મેચ રમશે, એટલે કે એક ટીમે 8 મેચ રમવાની રહેશે. કેટલી ટીમ છે અને કેપ્ટન કોણ છે?
ત્રીજી સીઝનમાં પણ ફક્ત 5 ટીમ ભાગ લેશે. આ વખતે પણ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ ભાગ લઈ રહ્યા છે. ઈનામની રકમમાં કોઈ ફેરફાર નથી, વિજેતાને 6 કરોડ રૂપિયા મળશે
છેલ્લી બે સીઝનમાં, વિજેતા ટીમને 6 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી હતી, જ્યારે રનર-અપ ટીમને 3 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી હતી. બેસ્ટ બેટર અને બેસ્ટ બોલરને 5-5 લાખ રૂપિયા મળ્યા. ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચને 2.5 લાખ રૂપિયા અપાશે. WPL 2025 મેચ ક્યારે અને ક્યાં જોવી
WPL 2025 સીઝનની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર થશે. WPL 2025માં બધી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટૉસ સાંજે 7 વાગ્યે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments