અમિતા નાંગિયાએ કરીના કપૂર અને બિપાશા બાસુ સાથે ફિલ્મ ‘અજનબી’માં કામ કર્યું હતું. અમિતા કહે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના અને બિપાશા એકબીજા સાથે વાત પણ નહોતાં કરતાં. બંને વચ્ચે કપડાંને લઈને દલીલો થતી હતી. તે બંને એક જ ડિઝાઇનર ઇચ્છતા હતા. અમિતાએ કહ્યું- અમે આ મામલે કંઈ કહી પણ ન શક્યા. અમે સેટ પર તેના વિશે બસ માત્ર સાંભળતા. ત્યારે બંને ઈન્ડસ્ટ્રીમાં નવા હતા. અમિતાએ કહ્યું- કરીના સેટ પર રિઝર્વ રહેતી હતી
અમિતાએ કરીના અને બિપાશા સાથેના તેના બોન્ડિંગ વિશે વાત કરી. તેણે કહ્યું- હું કરીના સાથે કનેક્ટ થઈ શકી નહીં કારણ કે તે ખૂબ જ રિઝર્વ રહેતી હતી. તેની માતા તેની સાથે રહેતી હતી. હું તેની સાથે સંબંધ બનાવી શકી નહીં, પણ અમે ફ્રેન્ડલી હતાં. અમે સાથે બેસીને વાતો કરતાં. બિપાશા ખૂબ જ નવી હતી. તે ફક્ત પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી. ‘કરીના મને પસંદ નહોતી કરતી’
2005માં, બિપાશાએ કરીના સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. શો ‘કોફી વિથ કરણ’માં તેણે કહ્યું, મને બીજા શેડ્યૂલ દરમિયાન ખ્યાલ આવ્યો કે તે મને પસંદ નથી કરતી. તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, કો-એક્ટર્સ તરીકે અમે સારું કામ કર્યું. કામ કરતી વખતે કોઈ નખરાં નહોતાં. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અજનબી’માં અક્ષય કુમાર અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બિપાશાની બોલિવૂડ ડેબ્યૂ હતી, જ્યારે કરીનાની પાંચમી ફિલ્મ હતી.