back to top
Homeમનોરંજનનાણામંત્રીનો જયા બચ્ચન પર કટાક્ષ:કહ્યું- કંગનાનું ઘર તોડ્યું ત્યારે ક્યાં હતાં? ઇમરજન્સીના સમયગાળાને...

નાણામંત્રીનો જયા બચ્ચન પર કટાક્ષ:કહ્યું- કંગનાનું ઘર તોડ્યું ત્યારે ક્યાં હતાં? ઇમરજન્સીના સમયગાળાને પણ કર્યો યાદ

12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2025-26 પર સામાન્ય ચર્ચા દરમિયાન, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકાર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના આરોપનો જવાબ આપ્યો છે. નાણાંમંત્રીએ ઇમરજન્સીના સમયગાળાને યાદ કર્યો
નિર્મલા સીતારમણે સપા સાંસદ જયા બચ્ચનના આરોપો પર કટાક્ષ કરતા કહ્યું કે તે જે પાર્ટીને ટેકો આપે છે, મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ પાંચ વર્ષ પહેલા એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસ તોડી પાડી હતી. તેણે આગળ કહ્યું, અમે ફક્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ફોટોગ્રાફી જ નથી કરતા પણ તેમના ભલા માટે પણ કામ કરીએ છીએ. ઇમરજન્સી દરમિયાન દેવ આનંદ અને કિશોર કુમારનું શું થયું? કંગનાનું ઘર તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે જયાજી કેમ ચૂપ હતા? એક સમયે મજરૂહ સુલતાનપુરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. હૃદયનાથ મંગેશકરજી સાથે શું કરવામાં આવ્યું? તે બધાને ખબર જ છે. જયાજીએ આ અંગે પણ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. કંગનાએ નાણામંત્રીનાં સમર્થન બદલ આભાર માન્યો
મંડીના ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે નાણામંત્રીનો તેમના જવાબ માટે આભાર માન્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – આદરણીય નિર્મલા સીતારમણ જી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપણી સરકાર તરફથી મળી રહેલા સમર્થન વિશે જણાવવા બદલ આભાર. ઉપરાંત, એક મહિલા તરીકે, તમે મારા સંઘર્ષો અને ઘમંડી રાજકીય પક્ષો દ્વારા મારા બંધારણીય અધિકારોને કેવી રીતે કચડી નાખવામાં આવ્યા તેનાં પર પ્રકાશ પાડ્યો. ખુબ ખુબ આભાર. જયા બચ્ચને કહ્યું હતું કે સિનેમાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું
રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ પર બોલતા, જયા બચ્ચને કહ્યું હતું કે સરકાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે અવગણી રહી છે. પહેલાની સરકારો પણ આ જ કરતી હતી. અને આજે તે ખૂબ વધારે થઈ ગયું છે. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે તેમને (ઉદ્યોગ) બોલાવો છો.’ તેઓ સાથે ફોટોગ્રાફ્સ પડાવો છો અને પછી તેમની અવગણના કરો. ફિલ્મ ઉદ્યોગ વિશે તમારો શું વિચાર છે? GSTને બાજુ પર રાખો. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બધી સિંગલ સ્ક્રીનો બંધ કરી દેવામાં આવી છે. લોકો થિએટરમાં ફિલ્મો જોવા નથી જતા. કારણ કે બધું જ મોંઘુ થઈ ગયું છે. શું તમે આ ઈન્ડસ્ટ્રીનો અંત લાવવા માગો છો?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments