આજથી રાજ્યમાં હેલમેટનું કડક પાલન કરાવવાની શરુઆત થઇ ગયી છે સુરત શહેરમાં પણ આજ સવારથી જ હેલમેટ વગર નીકળતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હેલમેટના કાયદાને લઈને માજી ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ઉનાળાના સમયમાં હેલ્મેટના કારણે લોકોનું આરોગ્ય જોખમાવાની ભીતિ વ્યકત કરી છે. આ કાયદાની અમલવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો દંડાતા હોવાની વાત કરી છે. ધીરુ ગજેરાએ પત્ર લખી રજૂઆત કરી
રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વધારે ચલાવે છે અને સીટીમાં આ નિયમ લાગુ હોય ત્યારે 25 થી 30 કિલોમીટરની ઝડપે ચાલતી નથી અને 100 થી 200 મીટર પર સિગ્નલ અને સ્પીડ બ્રેકર આવતા હોય સિગ્નલને પણ ફોલો કરવું પડતું હોય છે. હવે ગરમીની સીઝન ચાલુ થઇ છે. તેમાં આ એક હેરાનગતિના વધારામાં હેલ્મેટ પહેરીને ચાર રસ્તા પર ઉભા રહી ને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. જે માનવીને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આજે સ્પીડ બ્રેકર-સિગ્નલ 100 થી 200 મીટર આવતા હોય છે. હવે સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દેખાતા નથી અને અમુક જગ્યા પર હોતા નથી. રસ્તા પર અસંખ્ય ખાડા હોય છે ખાડા પર સિગ્નલો પણ મુકાતા નથી અને સામાન્ય ગરીબ વર્ગ તેનો ભોગ બને છે. તેમજ રસ્તા પર અસંખ્ય દબાણો હોય, ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય, જેનું કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કંઈ કરતુ નથી. આ કાયદો મારી ગણતરીએ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે. હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ કે જ્યાં હાઇવે પર 50 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં સ્વબચાવ માટે પહેરવું ફરજિયાત અને જરૂરીપણ છે. કોઇપણ કાયદો નો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે. ખાડાઓ ગેરકાયદેસર પાર્કિંગ આ બધું આડેધડ થતું હોય છે જેથી કરી ને આપને મારી નમ્ર વિનંતી. છે આ હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ ને રાહત આપવી જોઈએ. ધીરુ ગજેરાએ જણાવ્યું હતું કે મેં મારી લાગણી રજુ કરી છે, મને હેલમેટ એટલે ત્રાસદાયી લાગે છે કે આજના જે ગરીબ અને મધ્યમ વર્ગો પાસે બાઈક હોય છે અને તે પોતે ધંધા રોજગાર કે શાકભાજી લેવા મંદિરે વગેરે સહીતની જગ્યાએ જવાનું હોય છે અને આજના સમયમાં લગભગ બધા લોકોની કોઈને કોઈ દવા ચાલતી હોય છે, આજના સમયમાં સીટી વિસ્તારની અંદર 200-300 મીટરના અંતરે સિગ્નલ આવતા હોય એ ફોલો કરવાના પછી અમુક જગ્યાએ સ્પીડ બ્રેકર આવતા હોય ત્યાં વ્હાઈટ પટ્ટા માર્યા ના હોય અમુક જગ્યાએ કોર્પોરેશનએ ખોદકામ કર્યું હોય ત્યાં બેરીકેટ લગાવ્યા ના હોય, આધેધડ પાર્કિંગ, મતલબમાં આધેધડ દબાણો થાય છે, આ દબાણો જ્યાંથી કરવાનું છે ત્યાંથી નથી કરતા, સીટીમાં 15 કે 20 કિલોમીટરથી સ્પીડે વધારે ગાડી ચાલતી નથી, હવે આટલી ગાડી ચાલતી ના હોય એમાં હેલમેટનો ત્રાસ આપવો ત્યારે ગરમીના કારણે આરોગ્યની દ્રષ્ટિએ પણ હાનીકારક છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અસંખ્ય સમસ્યાઓથી ઝઝૂમે છે. મારી ગણતરીએ આ અમાનુષી છે જેથી મેં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સુરત પોલીસ કમિશ્નર અને ગૃહમંત્રીને મેં મારી લાગણી રજુ કરી છે. પાડાના વાંકે પખાલીને ડામ ના અપાય, માત્રને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેલમેટ પહેરાવવાથી સમસ્યા કઈ હલ થઇ જવાની નથી, ગરીબ અને મધ્યમ વર્ગ કેટલીય સમસ્યાઓથી ઝઝૂમે છે એની સમસ્યાઓ પર ધ્યાન આપો તો વધારે સારું. હાઈવે પર કે જ્યાં 40 થી 60 કિલોમીટરની સ્પીડે ગાડી જ્યાં ચાલતી હોય ત્યાં ભલે હેલમેટ ફરજીયાત હોય સીટી વિસ્તારમાં મેં વિરોધ કર્યો છે, આજે લોકો કોઈ સ્કુલમાં, શ્રધાંજલિમાં જાય, શાકભાજી લેવા જાય, કે કોઈ પ્રસંગમાં જાવ ત્યાં તમે હેલમેટ ક્યાં સાચવો ? આજે શહેરમાં 80% લોકો બાઈક લઈને જાય છે.