યુપીના પ્રયાગરાજમાં એક બોલેરો બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. 19 ઘાયલ થયા છે. છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી ભક્તો સંગમમાં સ્નાન કરવા આવી રહ્યા હતા. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં મોડીરાતે 2.30 વાગ્યે થયો હતો. બધા મૃતકો બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બસના મુસાફરો ઘાયલ થયા હતા. બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જઈ રહી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તો રસ્તા પર ફેંકાઇ ગયા. કોઈનો હાથ તૂટી ગયો હતો તો કોઈનું માથું ફાટી ગયું હતું. ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા. બોલેરોમાંથી મૃતદેહો કાઢવામાં અઢી કલાક લાગ્યા. કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્ર કુમાર મંધડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એસપી યમુનાપર વિવેક યાદવે જણાવ્યું હતું કે બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. બોલેરોની ગતિ ખૂબ જ વધારે હતી. બસના ડ્રાઈવરે બ્રેક લગાવી, પણ બોલેરો ટ્રક સાથે સામસામે અથડાઈ ગઈ. અકસ્માતની તસવીરો…