back to top
Homeભારતવિવાદ વચ્ચે રણવીર અલ્લાહબાદિયા ગાયબ!:ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ, પોલીસનો સહકાર...

વિવાદ વચ્ચે રણવીર અલ્લાહબાદિયા ગાયબ!:ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ, પોલીસનો સહકાર ન આપવાનો દાવો; યુટ્યૂબરનો વિવાદાસ્પદ પ્રશ્ર કોપી-પેસ્ટ હતો

સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં આવ્યા બાદ યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શોમાં રણવીરે માતા-પિતા પર અભદ્ર કમેન્ટ કરી હતી, જેના કારણે ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો છે. આ હોબાળો એટલો વધી ગયો કે જનતાની સાથે રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યૂબરના વિરોધમાં બહાર આવ્યા. આ મામલો સંસદ સુધી ગુંજ્યો અને દેશનાં વિવિધ રાજ્યોમાં રણવીરના નામે FIR પણ દાખલ કરવામાં આવી. મહારાષ્ટ્રનો સંસ્કૃતિ વિભાગ પણ યુટ્યૂબરના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરશે. વિવાદ વચ્ચે રણવીર અલ્લાહબાદિયા ગાયબ!
એવામાં મુંબઈ પોલીસના અધિકારીઓએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અલ્લાહબાદિયાએ હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રણવીરના મુંબઈના ઘરે તાળું મારેલું છે. યુટ્યૂબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલનો પણ સંપર્ક થઈ શક્યો નથી. શુક્રવારે મુંબઈ પોલીસ (ખાર સ્ટેશન) અને આસામ પોલીસની ટીમો પણ રણવીરના વર્સોવા સ્થિત ફ્લેટ પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું લાગેલુ હતું. રણવીરને આજે મુંબઈ પોલીસ (ખાર પોલીસ સ્ટેશન) સમક્ષ હાજર થવાનું છે, કારણ કે તે શુક્રવારે હાજર થયો નહોતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રણવીરને તેમનાં વિવાદાસ્પદ નિવેદનની તપાસના સંદર્ભમાં 13 ફેબ્રુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે આવ્યો નહોતો. પોલીસે તેને 14 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બીજું સમન્સ જારી કર્યું હતું. રણવીર વિરુદ્ધ આસામમાં પણ કેસ નોંધાયેલો છે, તેથી આસામ પોલીસ પણ તેની પૂછપરછ કરવા માગે છે. આ ઉપરાંત રણવીર અલ્લાહબાદિયાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં ભારતભરમાં તેના વિરુદ્ધ નોંધાયેલી તમામ FIRને એકસાથે જોડવાની માગ કરવામાં આવી હતી. સમય રૈનાને પણ 5 દિવસમાં હાજર થવા કહ્યું રણવીર ઉપરાંત આસામના ગુવાહાટીમાં નોંધાયેલી FIRમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા માખીજાનાં નામ પણ છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલ આ મામલાની અલગ-અલગ તપાસ કરી રહ્યા છે. આસામ પોલીસ મુંબઈ સાયબર ટીમને પણ મળી. રૈનાને આગામી પાંચ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન મુંબઈ પોલીસે (ખાર પોલીસ સ્ટેશન) ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યારસુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાની અને રણવીર અલ્લાહબાદિયાના મેનેજર સહિત 8 લોકોનાં નિવેદનો નોંધ્યાં છે. શુક્રવારે પોલીસે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના વીડિયો એડિટર પ્રથમ સાગરનું પણ નિવેદન નોંધ્યું હતું. મહારાષ્ટ્ર સાયબરે આ સંદર્ભમાં નોંધાયેલા કેસમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 50 લોકોને તેમનાં નિવેદનો નોંધવા માટે સમન્સ પાઠવ્યાં છે. આમાં શોમાં ભાગ લેનારા લોકોનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે, એક્ટર રઘુ રામે તપાસ ટીમ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. તે રૈનાના શોના જજ પેનલમાં હતો. 10 વર્ષ પહેલાં કોમેડિયન કનન ગિલે આ જ સવાલ કર્યો હતો શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments