ફિલ્મ ‘એક્સક્યુઝ મી’માં જોવા મળેલા એક્ટર સાહિલ ખાને બીજા લગ્ન કર્યાં છે. વેલેન્ટાઇન ડે અવસરે દુબઈના બુર્જ ખલીફા ખાતે તેણે તેની ગર્લફ્રેન્ડ મિલેના એલેક્ઝાન્ડ્રા સાથે ભવ્ય લગ્ન કર્યા, જે તેનાથી 26 વર્ષ નાની છે, જેની તસવીરો તેણે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરી હતી. સાહિલ ખાને આ ભવ્ય લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાંથી એક વીડિયોમાં, તેની દુલ્હન મિલેના કેક સાથે પોઝ આપતી જોવા મળે છે. બીજી પોસ્ટમાં તેણે લખ્યું, ‘આખરે લગ્ન થયા.’ તમારા અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર. મારા બધા પ્રિયજનોને વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ. દરેકને જીવનમાં પ્રેમ, ખુશી અને સફળતા મળે. સાહિલ ખાનની બીજી પત્ની કોણ છે?
સાહિલ ખાન 48 વર્ષનો છે. જ્યારે મિલેના 22 વર્ષની છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે વાત કરતી વખતે સાહિલે કહ્યું હતું કે મિલેના ઈન્ટેલિજેન્ટ છે. આ ઉપરાંત, તે સેન્સિટિવ પણ છે. કારણ કે તે નાની છે. અમારી ઉંમરમાં ઘણો ફરક છે. પણ તે બીજી 21 વર્ષની છોકરીઓ જેવી નથી. તે ખૂબ જ મેચ્યોર છે. સાહિલ ખાનની પહેલી પત્ની કોણ હતી?
સાહિલ ખાને પહેલાં લગ્ન 2004માં ઈરાની એક્ટ્રેસ નેગાર ખાન સાથે કર્યા હતા. પરંતુ તેમના લગ્ન એક વર્ષથી પણ ઓછા સમય સુધી ટકી શક્યા અને 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા. બોલિવૂડમાં સાહિલનો સિક્કો ચાલ્યો નહીં
સ્ટાઇલ અને એક્યુસોમી જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર સાહિલ ખાન ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવી શક્યો નહીં. સાહિલ ‘ડબલ ક્લાસ’, ‘યે હૈ ઝિંદગી’ અને ‘અલાદ્દીન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ આમાંની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. નિષ્ફળ કારકિર્દી છતાં, સાહિલનો ચાહક વર્ગ મજબૂત છે.