‘બિગ બોસ 18’માં જોવા મળેલા એક્ટર કરણ વીર મહેરાએ એક્ટ્રેસ ચુમ દરાંગ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી. શુક્રવારે, ચુમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી જેમાં તે બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતાં જોઈ શકાય છે. ચુમ દરાંગે તેના ઇન્સ્ટાગ્રામ પર છ તસવીરો શેર કરી હતી. એક વીડિયો પણ છે જેમાં કરણ વીર મહેરા ચુમ સાથે જોવા મળે છે. આ દરમિયાન ચૂમે કરણને પૂછ્યું કે તે આ ગુલાબ માટે શું કહેશે. આના જવાબમાં કરણે કહ્યું, ‘રોઝિસ આર રેડ, વાયોલેટ્સ આર બ્લૂ, આઈ ડોન્ટ કેર, આઈ લવ ચુમ.’ આ સાંભળતાની સાથે ચુમ શરમાઈ ગઈ. ચાહકો પણ ચુમની પોસ્ટ પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યું, તમે બંને સાથે ખૂબ સારા લાગી રહ્યા છો. આ સિવાય પણ અલગ-અલગ કોમેન્ટ દ્રારા લોકોએ બંનેના ખૂબ જ વખાણ કર્યાં હતાં. ‘બિગ બોસ 18’ દરમિયાન, કરણ વીર મહેરા અને ચુમ દરાંગ વચ્ચે ખૂબ જ સારો સંબંધ હતો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતી વખતે ચુમે કહ્યું હતું કે તે બંને ખૂબ સારા મિત્રો છે. તેણે એમ પણ કહ્યું કે તે આ શોમાં કોઈ અફેર કરવા માટે નહોતી આવી, કારણ કે આ ફક્ત એક શો છે અને અહીં તમારે ઘણા લોકો સાથે રહેવું પડે છે. જોકે, બિગ બોસમાંથી બહાર આવ્યા પછી શું થાય છે તે આપણે જોઈશું.