અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના 4 ગુજરાતીઓ એક ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઈટમાં પહોંચશે. અમદાવાદ આવી રહેલા ગુજરાતીઓને તેના વતન સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર પોલીસ વાહનો તૈનાત રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓને સમાવેશ થાય છે. 4 લોકો અમદાવાદ પહોંચ્યા, 29 બપોરે પહોંચશે
અમેરિકાથી અમૃતસર આવેલા 33 ગુજરાતીઓ પૈકીના ચાર લોકો પેસેન્જર ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. જેઓને પોલીસ તેના વતન સુધી લઈ જશે. જ્યારે અન્ય 33 લોકોને બપોરે આવનારી અન્ય ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ આવતા એરપોર્ટ પર પોલીસ કાફલો તૈનાત રખાયો છે. આઈબીના અધિકારીઓ પણ ઉપસ્થિત છે. ત્રીજા તબક્કામાં ડિપોર્ટ થઈ અમદાવાદ આવનાર 22 ગુજરાતીઓનાં નામ બીજા તબક્કામાં અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ
પ્રથમ તબક્કામાં અમેરિકાથી 33 ગુજરાતી ડિપોર્ટ