કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને એક્ટ્રેસ શિલ્પા શિરોડકરને પ્રોમિશ આપ્યું છે કે જ્યારે પણ ‘છૈયાં છૈયાં 2’ ગીત બનાવશે, ત્યારે તે ચોક્કસથી તેમાં તેને કાસ્ટ કરશે. ફરાહે કહ્યું કે ‘છૈયાં છૈયાં 2’માં શિલ્પા ટ્રેન પર ચઢશે. ડાન્સર્સ અને શાહરુખ પણ હશે. તાજેતરમાં શિલ્પા ફરાહ ખાનનાં વ્લોગમાં જોવા મળી હતી. અહીં ફરાહે જણાવ્યું કે તેણે શિલ્પાનાં વજન વધારે હોવાને કારણે ‘છૈયાં છૈયાં’ ગીત માટે તેને રિજેક્ટ કરી હતી. તેણે કહ્યું- જોકે હવે તું ખૂબ જ ફિટ અને સુંદર લાગે છે. તને ન લેવા બદલ હવે મને પણ અફસોસ થાય છે. ‘મને ‘છૈયાં છૈયાં’ ન મળવાનો અફસોસ છે, પણ ભગવાને મને તેનાથી પણ વધુ આપ્યું’
શિલ્પાએ થોડાં સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે – મને ‘છૈયાં છૈયાં’ ગીતની ઓફર મળી હતી. પણ મારું વજન વધારે હતું. મને 15 દિવસ માટે શરીર પર કામ કરવાનું કહેવામાં આવ્યું. પણ પછી જ્યારે મેકર્સમાંથી કેટલાક લોકો મને મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તમારામાં બહુ ફેરફાર થયો નથી. પરિણામે, ગીતમાં મારી જગ્યાએ મલાઈકા અરોરાને કાસ્ટ કરવામાં આવી. મને આ વાતનો હમેંશા અફસોસ રહેશે કે હું ‘છૈયાં છૈયાં’નો ભાગ ન બની શકી, પણ ભગવાને મને ઘણું બધું આપ્યું છે. તે હજુ પણ આપી રહ્યા છે. શિલ્પાને ફિલ્મ ‘બેવફા સનમ’થી લોકપ્રિયતા મળી
શિલ્પા 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ હતી. તેમને ફિલ્મ ‘બેવફા સનમ’ થી ઘણી લોકપ્રિયતા મળી. ફિલ્મનું ગીત ‘દિલ તોડ કે હંસતી હો મેરા’ ખૂબ પ્રખ્યાત થયું. આ ઉપરાંત તેમણે આંખે, ગોપી કિશન, પ્રતિક્ષા અને કિશન કન્હૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યું. 2000માં, તેણે યુકેના બેંકર અપરેશ રણજીત સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાંથી વિરામ લીધો. પછી 2013માં તેમણે ટીવી સીરિયલ “એક મુઠ્ઠી આસમાન” થી વાપસી કરી. આ પછી તેણે બીજી ટીવી સીરિયલ ‘સિલસિલા પ્યાર કા’માં કામ કર્યું. શિલ્પાએ 2020માં રિલીઝ થયેલી “ગન્સ ઓફ બનારસ” થી ફિલ્મોમાં વાપસી કરી. થોડા સમય પહેલા તે બિગ બોસ-18માં જોવા મળી હતી.