બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના હોસ્ટ અને કોમેડિયન સમય રૈનાને પોતાનો સ્પોર્ટ આપ્યો છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડ બાદ લોકો સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. રણવીરે માતા-પિતા વિશે અશ્લીલ કોમેન્ટ કરી હતી જેનો લોકોએ તેનો અને આ શોનો ભારે વિરોધ કર્યો હતો. ઓડિયન્સે હૂટિંગ અને ફેન્સે ટ્રોલ કર્યો
હવે રેપર બાદશાહે ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ કોમેડિયન સમય રૈનાને ઓપન સ્પોર્ટ કર્યો છે. શનિવારે સાંજે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં બાદશાહનો કોન્સર્ટ યોજાયો હતો. તેના મ્યુઝિક કોન્સર્ટની એક વીડિયો ક્લિપ ખૂબ વાઈરલ થઈ રહી છે. જેમાં તેને પર્ફોર્મન્સ બાદ યુટ્યૂબરને સ્પોર્ટ કરતા બૂમ પાડી કે, ‘ફ્રી સમય રૈના…’. આટલું કહેતા જ ઓડિયન્સે હૂટિંગ શરૂ કર્યું હતું, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતા લોકોએ રેપરને ટ્રોલ પણ કર્યો હતો. આ વિડીયો પર યૂઝર જબરદસ્ત કોમેન્ટો કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે સમય રૈનાને સપોર્ટ તો કરીએ છીએ, પરંતુ બાદશાહ જી તેને હજુ સુધી પકડ્યો નથી. બીજાએ લખ્યું કે સમય રૈના અત્યારે ફ્રી જ છે, તેને પકડ્યો નથી. આ રીતે સ્પોર્ટ કરવાના ચક્કરમાં બાદશાહને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું હતું. સમય રૈનાનો શો રદ થવા લાગ્યા
‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ વિવાદ બાદ ગુજરાતમાં કોમેડિયનના ઘણા શો રદ થયાના છે. રાજ્યમાં તેમના ચાર શોનું આયોજન હતું – એક 17 એપ્રિલે સુરતમાં અને બીજો 18 એપ્રિલે વડોદરામાં અને આ પછી 19 અને 20 એપ્રિલે અમદાવાદમાં બે શો હતા. જોકે, વિવાદમાં આવતા જ આ તમામ શો રદ્દ થઈ ગયા છે. શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.