back to top
Homeગુજરાતમુંબઈ-રાજકોટના હવાઈ યાત્રીઓ સાવધાન:48 કલાક ગાઢ ધુમ્મસની આગાહી, અમદાવાદ ડાયવર્ટ થવું પડે...

મુંબઈ-રાજકોટના હવાઈ યાત્રીઓ સાવધાન:48 કલાક ગાઢ ધુમ્મસની આગાહી, અમદાવાદ ડાયવર્ટ થવું પડે તો નવાઈ નહીં, 17 ફેબ્રુ.ની બે ફ્લાઇટ ડાયવર્ટ થતા મુસાફરો પરેશાન

રાજકોટના હીરાસર સ્થિત ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે (17 ફેબ્રુઆરી) સવારે ગાઢ ધુમ્મસ છવાતા રનવે પર ઝીરો વિઝિબિલિટીનાં લીધે મુંબઈથી રાજકોટ આવી રહેલી મુંબઈની બે ફલાઈટોને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. પરિણામે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આગામી 48 કલાક ગાઢ ધુમ્મસની આગાહી હોવાથી હજુપણ બે દિવસ મુંબઈથી રાજકોટ આવતા અને રાજકોટથી મુંબઇ જતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ હોવાથી ચેતવાની જરૂર છે. બે ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા
પ્રાપ્ત વિગત મુજબ, ઈન્ટરનેશનલ એરપોર્ટનાં નવા ટર્મિનલ અને એર ટ્રાફિક કંટ્રોલમાં શિયાળાની ઋતુમાં ઝીરો વિઝિબિલિટીમાં પણ ફલાઈટ લેન્ડીંગ-ટેકઓફ થઈ શકે તેવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. છતાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસનાં લીધે સવારની એર ઈન્ડિયા અને ઈન્ડિગોની રાજકોટ-મુંબઈ લેન્ડીંગ નહીં થતા એરપોર્ટ વિસ્તારમાં ચક્કર કાપી આખરે આ બન્ને ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં AIC 659 નંબરની એર ઇન્ડિયાની મુંબઈથી રાજકોટ 7.55 વાગ્યે આવતી ફ્લાઇટ અને IGO 6133 નંબરની ઇન્ડિગોની મુંબઇથી રાજકોટ 8.35 વાગ્યાની ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. 48 કલાક સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી
સોમવારે મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ જતા પ્રવાસીઓ સમયસર પહોંચી શકયા ન હતા. પણ વાતાવરણ સ્વચ્છ થતા બંને ફલાઈટો અમદાવાદથી રવાના કરવામાં આવી હતી. ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ ખાતે અઢી-ત્રણ કલાકનો સમય ટર્મિનલમાં જ વિતાવવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુપણ આગામી 48 કલાક દરમિયાન સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. ત્યારે બે દિવસ સુધી રાજકોટથી મુંબઈ જવા ઈચ્છુક અને મુંબઈથી રાજકોટ આવતા મુસાફરોએ હાલાકી ભોગવવી પડે તેવી પૂરતી શક્યતા છે. રાજકોટ એરપોર્ટથી 11 ફ્લાઈટ ઉડાન ભરે છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા, પુણે, બેંગલોર સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરે છે. જોકે આજે ગાઢ ધુમ્મસનાં કારણે AIC 659 નંબરની એર ઇન્ડિયાની મુંબઈથી રાજકોટ 7.55 વાગ્યે આવતી ફ્લાઇટ અને IGO 6133 નંબરની ઇન્ડિગોની મુંબઇથી રાજકોટ 8.35 વાગ્યાની ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી. બાદમાં વાતાવરણ સ્વચ્છ થતા આ ફ્લાઈટોને રવાના કરવામાં આવી હતી. ત્યારે આગામી 48 કલાક વહેલી સવારની ફ્લાઇટમાં મુસાફરી કરનાર લોકોએ ચેતવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments