પાટીદાર સમાજના લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો તેને બંધ કરી દો – આ નિવેદન પાટીદાર સમાજના અગ્રણી નેતા અને આગેવાન ગોરધન ઝડફિયાએ આપ્યું છે. આ નિવેદન બાદ પાટીદાર સમાજના યુવાનો પણ સમર્થન આપી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ આ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, આવા વ્યસન કરનાર લોકોના ઘરમાં દીકરી ન આપવી જોઈએ અને સુખ-દુઃખમાં આવા લોકોને આમંત્રણ ન આપવું જોઈએ. કોઈપણ પ્રસંગોમાં આવા વ્યક્તિને આમંત્રણ ન આપવું જોઈએ
અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ગોરઘન ભાઈ 35 વર્ષથી પણ વધુ અનુભવ ધરાવે છે અને તેઓ જાહેર જીવનના વ્યક્તિ છે. આજે તેમણે જે ટકોર કરી છે, તે બાબતે સ્પષ્ટ માનવું જોઈએ કે, જે પણ ઘરમાં પીળું પાણી વધી રહ્યું હોય, ત્યાં માતા-બહેનો દુઃખી હોય. ગોરધન ભાઈએ જે ટકોર કરી છે, તેને સમાજે ગંભીરતાથી લેવી જોઈએ. આવા પરિવારમાં જે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે, તેનો બહિષ્કાર થવો જોઈએ. સમાજે સુખ-દુઃખના પ્રસંગોમાં આવા વ્યક્તિને આમંત્રણ ન આપવું જોઈએ. ‘તેમના ઘરમાં દીકરી પણ ન આપો’
સાથે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક દિવસથી સમાજમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે અને ચિંતન પણ થઈ રહ્યું છે. આવા લોકોને સમાજમાંથી દૂર કરવા જોઈએ અને તેમને સ્થાન ન આપવું જોઈએ. જે કોઈપણ વ્યક્તિ આવા વ્યસન કરી રહ્યા છે, તેમના ઘરમાં દીકરી ન આપવી જોઈએ.