વુમન્સ પ્રીમિયર લીગ 2025 (WPL)ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. દિલ્હી અને બેંગલુરુની ટીમે તેમની છેલ્લી મેચ જીતી હતી. RCBએ પહેલી મેચમાં ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કર્યો. જ્યારે DCએ રોમાંચક મેચમાં મુંબઈને 2 વિકેટથી હરાવ્યું. બંને ટીમ છેલ્લી વખત WPL 2024 ફાઈનલમાં એકબીજાનો સામનો કરી હતી. અહીં RCB એ 8 વિકેટે મેચ જીતી. મેચની ડિટેઇલ્સ, ચોથી મેચ
RCB Vs DC
તારીખ: 17 ફેબ્રુઆરી
સ્ટેડિયમ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે મેચના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ… 2024ની ફાઈનલમાં બેંગલુરુ ચેમ્પિયન બની હતી
દિલ્હી કેપિટલ્સ અને બેંગલુરુ છેલ્લે WPL 2024ની ફાઈનલમાં એકબીજાનો સામનો કર્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સ્મૃતિ મંધાનાની બેંગલુરુ ટીમે 8 વિકેટથી જીત મેળવી હતી. દિલ્હીની ટીમ પહેલી ઇનિંગમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, બેંગલુરુએ 3 બોલ વહેલા 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિલ્હીએ 4 મેચમાં બેંગલુરુને હરાવ્યું
WPLમાં DC અને RCB વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આમાંથી દિલ્હી 4 જીત્યું છે, જ્યારે બેંગલુરુ 1 જીત્યું છે. એ એક મેચ ગત વખતની ફાઈનલ મેચ છે. કેપ્ટન લેનિંગ DCની ટોચની બેટર
દિલ્હીની બેટિંગ ખૂબ જ મજબૂત છે. કેપ્ટન મેગ લેનિંગ ટીમની ટોપ સ્કોરર છે. તેણે 19 મેચમાં 691 રન બનાવ્યા છે. ટીમમાં શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, જેમીમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી અને સારાહ બ્રાયસ જેવા ઝડપથી બેટિંગ કરતા બેટર્સ છે. શેફાલીએ મુંબઈ સામે 18 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઝડપી બોલર શિખા પાંડે દિલ્હીની સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે મુંબઈ સામે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેરી બેંગલુરુની ટોચની ઓલરાઉન્ડર
ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં RCBએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. રાઘવી બિષ્ટ અને કનિકા આહુજા જેવા યુવા ખેલાડીઓથી ટીમને મજબૂત બની છે. ટીમમાં મંધાના, એલિસ પેરી, રિચા ઘોષ અને ડેની વ્યાટનો પણ અનુભવ છે. એલિસ પેરી RCBની એક્સ ફેક્ટર ખેલાડી છે. તે ટીમની ટૉપ સ્કોરર અને વિકેટ લેનાર બંને છે. ગુજરાત સામેની પહેલી મેચમાં તેણે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. વિકેટકીપર રિચા ઘોષે 27 બોલમાં 64 રનની ઇનિંગ રમી. ટૉસ રોલ અને પિચ રિપોર્ટ
પ્રથમ વખત, કોટંબી સ્ટેડિયમમાં WPL મેચ રમાઈ રહી છે. આ સ્ટેડિયમ નવું બનેલું છે અને અહીં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે એક ODI સિરીઝ પણ રમી હતી. જો આપણે ટુર્નામેન્ટની પહેલી 3 મેચ જોઈએ તો પિચ બેટર્સ માટે મદદરૂપ છે. અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોને પણ ટર્ન મળે છે. આ મેદાનની બાઉન્ડરી 55 થી 65 મીટર છે. મોટાભાગની ટીમ અહીં ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લે છે. ટુર્નામેન્ટની ત્રણેય મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. હવામાન અહેવાલ
સોમવારે વડોદરામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. આકાશમાં વાદળો હશે. પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. વાતાવરણમાં 46% ભેજ રહેશે, જ્યારે પવન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, એલિસ કેપ્સી, નિકી પ્રસાદ, સારાહ બ્રાયસ (વિકેટકીપર), શિખા પાંડે, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી અને મિનુ મણિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડેની વ્યાટ, એલિસ પેરી, રાઘવી બિષ્ટ, રિચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, જ્યોર્જિયા વેરહામ, કિમ ગર્થ, પ્રેમા રાવત, જોશિતા વીજે અને રેણુકા સિંહ.