આણંદની ત્રણેય નગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ મતગણતરી સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓડની તમામ બેઠકો ભાજપે કબજે કરી લીદી છે. આંકલાવ નગરપાલિકા પર અપક્ષનો વિજય થયો છે. ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નંબર 4 પેટાચૂંટણીમાં ભાજપે 1 પર વિજય મેળવ્યો છે. ધનંજય જોષીએ 1495 મત સાથે જીત મેળવી છે. આંકલાવ નગરપાલિકાનું રિઝલ્ટ ગત તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ આણંદ જિલ્લાના આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નંબર 4ની એક બેઠકની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં બોરીયાવી નગરપાલિકામાં 79.52 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 17,041 પૈકી 13,551 મતદારોએ મતદાન કર્યું હતું. આંકલાવ નગરપાલિકામાં 79.35 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 17,626 પૈકી 13,987 મતદારોએ મતદાન કર્યું હતું. ઓડ નગરપાલિકામાં 67.02 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 13,303 પૈકી 8916 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકાનું સરેરાશ મતદાન 75.99 ટકા નોંધાયું હતું. જ્યારે ઉમરેઠ નગરપાલીકાની પેટા ચૂંટણીમાં 53.75 ટકા મતદાન નોંધાયું હતું. આ તમામ નગરપાલિકામાં યોજાયેલ ચૂંટણીની મત ગણતરી આજે તારીખ 18મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ શરૂ થઈ ગઈ છે. ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ બોરીઆવી ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ આંકલાવ ખાતે તેમજ ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા ઉમરેઠ ખાતે યોજાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, ઓડ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના ચારેય ઉમેદવાર કેતનસિંહ રમણસિંહ રાઉલજી, મીનાબેન અજીતસિંહ રાઉલજી, રમેશભાઈ મુળજીભાઈ પરમાર અને લીલાબેન સંજયભાઈ ભાઈ તેમજ વોર્ડ નંબર 6માંથી ભાજપના બે મહિલા ઉમેદવારો દોલીબેન કનુભાઈ પરમાર અને પ્રિસ્કીલાબેન પ્રવીણભાઈ મેકવાન બિનહરીફ વિજેતા થયાં છે. ત્યારે ઓડ નગરપાલિકાની 18 બેઠકો તેમજ આંકલાવ, બોરીયાવી નગરપાલિકાની 24-24 બેઠકો અને ઉમરેઠ નગરપાલિકાની 1 બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. બોરીયાવી નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર ઓડ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર આંકલાવ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર